પોતાના જ મત વિસ્તારમાં સતત બે દિવસ થયો કૃષિ મંત્રીનો વિરોધ, સ્થાનિકોએ હુરિયો બોલાવ્યો

રાજ્યમાં આજથી સુજલામ સુફ્લામ યોજનાની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી આ યોજનાનો શુભારંભ કરાવ્યો છે. ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પોતાના જ મત વિસ્તારમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સતત બે દિવસ રાઘવજી પટેલ સામે ગ્રામજનોએ સુજલામ સુફલામ યોજનાને લઈને વિરોધ દર્શાવ્યો હતો. ગઈકાલે સપડા ગામે તો આજે ખીજડીયા ગામમાં કૃષિ મંત્રીનો સ્થાનિક લોકોએ ઉઘડો લીધો હતો.

પોતાના જ મત વિસ્તારમાં સતત બે દિવસ થયો કૃષિ મંત્રીનો વિરોધ, સ્થાનિકોએ હુરિયો બોલાવ્યો

મુસ્તાક દલ/જામનગર :રાજ્યમાં આજથી સુજલામ સુફ્લામ યોજનાની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી આ યોજનાનો શુભારંભ કરાવ્યો છે. ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પોતાના જ મત વિસ્તારમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સતત બે દિવસ રાઘવજી પટેલ સામે ગ્રામજનોએ સુજલામ સુફલામ યોજનાને લઈને વિરોધ દર્શાવ્યો હતો. ગઈકાલે સપડા ગામે તો આજે ખીજડીયા ગામમાં કૃષિ મંત્રીનો સ્થાનિક લોકોએ ઉઘડો લીધો હતો.

સતત બે દિવસ રાઘવજી પટેલનો વિરોધ 
જામનગરમાં સતત બીજા દિવસે જામનગરમાં કૃષિ મંત્રીનો ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો છે. ખીજડીયા ગામે સુજલામ સુફલામના ચાલુ કાર્યક્રમમાં ગ્રામજનો વિરોધ દર્શાવવા પહોંચી ગયા હતા. વિરોધ કર્તાઓ રાઘવજી પટેલના સ્ટેજ પાસે પહોંચી ગયા હતા. સ્ટેજ નજીક કૃષિ મંત્રી રાઘવજી પટેલ પાસે પહોંચી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. તો ગઈકાલે સપડા ગામે પણ કૃષિમંત્રીનો ગ્રામજનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ગઈકાલે રાઘવજી પટેલ સપડા ગામમાં સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો. આ તમામ રાઘવજી પટેલના મત વિસ્તારના નાગરિકો હતો, જેમણે સ્થાનિક સ્તરે જૂના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ફરિયાદ કરવા સ્ટેજ પર પહોંચી ગયા હતા. તેઓએ રાઘવજી સામે અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા. જેના બાદ સ્થાનિકોને રાઘવજી પટેલે બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. 

No description available.

રાઘવજી પટેલ અને સ્થાનિકો વચ્ચેની વાતચીત
સ્થાનિક : અમારા કામ નથી થયા તમારે નથી આવવાનું, મારા બાપને ના પાડી હતી ને તમે. હાલો જાઓ. અમે તમારી ઓફિસે નહીં આવીએ બરોબર. બોલવાનો બધાને અધિકાર છે અમારા ગામમાં દુ:ખ ઉભા થાય છે તમે આવો છો તો. બીજા કોઈના ઘરે તમે મિટિંગ કરો તો અમને વાંધો નથી. અમારા કામ એમ પણ નથી થયા.
રાઘવજી પટેલ : મને કંઈ પણ ખબર નથી

સ્થાનિક : ના, તમે જ કીધું હતું તમારે અહીં ઓફિસે નહીં આવવાનું. તમે જ ના પાડી હતી અમને ચોખ્ખી. અમારા સમાજમાં ફાંટા નખાવી દીધા, ગામમાં ફાંટા નંખાવી દીધા તમે. તમારા રાજકારણ માટે અમારી બધી પથારી ફેરવી નાખી. ઓફિસે આવ્યો હતો ત્યારે તમે મારું આવી રીતે અપમાન કર્યું હતું. એટલે જ તમને કેવા અમે આવ્યા છીએ. મારા છોકરાને લઈને આવ્યો હતો.
રાઘવજી પટેલ : ક્યા પ્રશ્નો

સ્થાનિક : આપણો પેલો પ્રશ્ન હતો નોકરી માટે એને બોલાવ્યો હતો. એટલે તમે મને શું કીધું કે આમા નનામી અરજી થાય છે. એનું તમારે મને પ્રફુ કરાવવું પડે કે નનામી અરજી થઈ છે.
રાઘવજી પટેલ : મારે પ્રફુ ના કરાવવું પડે, મે તમારા માટે 10 વખત રજૂઆત કરી છે અને પછી મને એવો જવાબ મળ્યો. 10 વખત મે રજૂઆત કરી. પછી ઉપરથી મને જવાબ એવો મળ્યો કે ભાઈ આમા આવકના પ્રશ્નો છે અને નનામી અરજી છે. એટલે મે સાચી વાત કરી કે ભાઈ હવે આ મારાથી નહીં થાય. વારંવાર તમે રજૂઆત કરો છો, મે મારાથી જેટલી થાય એટલી ટ્રાય કરી લીધી.

No description available.

જામનગરના ખીજડીયા ગામે થયેલા વિરોધ અંગેની વાતચીત
સ્થાનિક : આ માણસ એમ કહી દે કે તમારે ધક્કો નહીં ખાવાનો
રાઘવજી પટેલ : સાંભળી લો, આવો કોઈ પ્રસંગ બન્યો હોય તો મને યાદ નથી. ત્યારે હું ધારાસભ્ય હતો અત્યારે હું મંત્રી છું. હું આટલા માણસની વચ્ચે કહું છું. કે તમારા પ્રશ્નમાં જે લડત કરવી પડશે એ પાછી કરીશ.

— Zee 24 Kalak (@Zee24Kalak) March 19, 2022

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજથી સુજલામ સુફ્લામ યોજનાની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો છે. ગાંધીનગરના કોલવડા ખાતે યોજાયો રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. 2018માં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ થયો હતો. આજથી 31 મે 2022 સુધી યોજના અંતર્ગત 13 હજાર કામ હાથ ધરવામા આવશે, જેના થકી 15 હજાર લાખ ઘનફૂટ જેટલો વધારો થશે. 2021માં 15,210 કામ હાથ ધરવામાં આવ્યા હતા. છેલ્લા 4 વર્ષમાં 56,698 કામ હાથ ધરવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news