PAAS આગેવાનોની ટીમ પહોંચી દિલ્હી, કેજરીવાલ પાસે આંદોલન માટે માંગી મદદ
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનની મંજૂરી માટે તા.20, 21 અને 22ના ત્રણ દિવસીય પ્રવાસ પર પાસ આગેવાન દિલીપ સામવા સહિતના ગુજરાતના 40 જિલ્લાના કન્વિનરોની ટીમ આજે દિલ્હી પહોંચી ગઇ છે
Trending Photos
હિતેન વીઠલાણી, દિલ્હી: શહેરના નિકોલ વિસ્તારમાં ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને પોલીસ સાથે ગેરવર્તન કરવા બદલ હાર્દિક પટેલ સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેના પગેલ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. ત્યારે બાદ હાર્દિક પટેલ સહિત 9 લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. 25 ઓગસ્ટે હાર્દિક ઉપવાસ આંદોલન પર બેસવાનો છે તેની મંજૂરી માટે પાટીદાર અનામત આંદોલન સમિતીની ટીમ આજે દિલ્હી પહોંચી છે. જેમાં પાટીદાર આગેવાન દિલીપ સામવા સહિતના ગુજરાતના 40 જિલ્લાના કન્વિનરો સામેલ છે.
દિલીપ સામવા સહિતના ગુજરાતના 40 જિલ્લાના કન્વિનરો આજે દિલ્હીમાં
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનની મંજૂરી માટે તા.20, 21 અને 22ના ત્રણ દિવસીય પ્રવાસ પર પાસ આગેવાન દિલીપ સામવા સહિતના ગુજરાતના 40 જિલ્લાના કન્વિનરોની ટીમ આજે દિલ્હી પહોંચી ગઇ છે. જ્યાં તેઓ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. એન અનામત આંદોલનમાં સમર્થન આપવાની માંગ કરી હતી. ત્યારબાદ પાટીદાર આગેવાનો શરદ પવારને મળશે. ત્યારબાદ તેઓ IPS, IAS અને રિટાયર્ડ જજ તેમજ સુપ્રિમ કોર્ટમાં રામ જેટલાણી અને આકાશ કાકડે જેવા સિનિયર વકિલો સાથે મુલાકાત કરી કાયદાકીય સંઘર્ષો મુદ્દે ચર્ચા કરી માહિતી મેળવશે.
રાહુલ ગાંધી અને ગુડગાંવમાં ગુર્જર આંદોલનના નેતાઓને પણ મળશે
25 ઓગસ્ટે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન માટે JNUના પાટીદાર વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે અને આંદોલનના મુદ્દે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરવાના છે. આ ચર્ચા બાદ આંદોલનમાં તેમનો સમાવેશ કરવામાં આવશે. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને મંજૂરી મળ્યા બાદ PASS ટીમના આગેવાનો શરય યાદવ સહીત અનેક રાજકીય નેતાઓને મળવા જવાના છે. બીજી તરફ ઉપવાસ આંદોલનને લઇ PM મોદી, રાહુલ ગાંધી સહીતના નેતાઓને પત્ર લખશે. તેમજ આવતી કાલે રાહુલ ગાંધી અને ગુડગાંવમાં ગુર્જર આંદોલનના નેતાઓને પણ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે