સરકારના એક નિર્ણયે પાટણના વેપારીઓને મુક્યા મુશ્કેલીમાં, હવે પરિવારનું પેટ ભરવાના ફાંફા

ધુળેટીના (Dhuleti) પર્વને લાગ્યું કોરોનાનું ગ્રહણ. રાજ્યમાં કોરોનાના કેસોનો (Gujarat Corona Case) વધારો થવાને પગલે આવનાર ધુળેટીના તહેવારમાં રંગો એક બીજા પર ઉડાડી જે પર્વની ઉજવણી કરવામાં આવતી હતી

સરકારના એક નિર્ણયે પાટણના વેપારીઓને મુક્યા મુશ્કેલીમાં, હવે પરિવારનું પેટ ભરવાના ફાંફા

પ્રેમલ ત્રિવેદી/ પાટણ: ધુળેટીના (Dhuleti) પર્વને લાગ્યું કોરોનાનું ગ્રહણ. રાજ્યમાં કોરોનાના કેસોનો (Gujarat Corona Case) વધારો થવાને પગલે આવનાર ધુળેટીના તહેવારમાં રંગો એક બીજા પર ઉડાડી જે પર્વની ઉજવણી કરવામાં આવતી હતી. તેના પર સરકારે રોક લગાવી છે જેને લઈ અવનવી પિચકારી અને રંગોના વેપારીઓ સરકારના આ પ્રકારના પ્રતિબંધને લઈ ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.

સમગ્ર રાજ્યમાં કોરોનાની (Gujarat Corona) ત્રીજી લહેર પ્રસરવા પામી છે અને ફરી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ સરકાર પણ ચિંતિત બનવા પામી છે અને કોરોના સંક્રમણને ઘટાડવા કોરોના ગાઈડ લાઈનનું (Corona Guidelines) ચુસ્ત પાલન કરાવવા તેમજ કેટલાક મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યુ (Night Curfew) પણ લાદવામાં આવ્યો છે. તો સાથે આગામી દિવસોમાં આવનાર હોળી-ધુળેટીના (Holi-Dhuleti) પર્વમાં પણ લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ધુળેટીના (Dhuleti) પર્વની ઉજવણી કરતા હોય છે. જે દરમિયાન કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે રંગોથી ધુળેટી રમવા તેમજ લોકોને એકઠા થવા પર રોક લગાવી છે જેની સીધી અસર વેપારીઓ પર પાડવા પામી છે.

પાટણ જિલ્લામાં ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખી વેપારીઓએ લાખ્ખો રૂપિયાની અવનવી પિચકારી અને રંગોનો મોટા જથ્થાની ખરીદી કરી પણ સરકારે જે પ્રકારે રંગો સાથેની ધુળેટી રમવા પર રોક લગાવી છે. જેને લઇ હવે વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે અને હવે રંગ કે પિચકારીની ખરીદી માટે ગ્રાહક આવશે કે કેમ તે સવાલ ઉભો થવા પામ્યો છે અને ગ્રાહક જો ખરીદી નહીં કરે તો જે માલનું રોકાણ કર્યું છે તેનું શું? સાહિતીની સમસ્યાઓ વચ્ચે હાલતો વેપારીઓ ઘેરાઇ જવા પામ્યા છે.

ધુળેટીના પર્વને લઇ સિઝન પ્રમાણેનો વ્યવસાય કરતા નાના વેપારીઓએ તો થોડા દિવસ અગાઉ જ મોટા પ્રમાણમાં રંગ અને પિચકારીની ખરીદી કરી મોટું રૂપિયાનું રોકાણ કરી નાખ્યું અને હવે સરકારે કોરોનાને લઇ ધુળેટી પર્વ પર રંગ સાથેની ધુળેટીની ઉજવણી પર રોક લગાવી છે જેને લઈ નાના વેપારીઓની હાલત પણ કફોડી બનવા પામી છે. જો ખરીદી જામશે નહીં તો હવે કરેલ રોકાણ પણ માથે પડશે સાથે વ્યાજે ઉછીના રૂપિયા લાવી માલની ખરીદી કરી તે રૂપિયાનું ચુકવણું કેવી રીતે કરવું તે પણ મુશ્કેલી ઉભી થવા પામી તો હવે પરિવારના ગુજરાન કેવી રીતે કરશું તેની મથામણમાં વેપારીઓ મુકાઈ જવા પામ્યા છે.

કોરોનાને લઈ હવે તહેવારો પર તેની અસરને કારણે નાના ધંધાથી લઈ મોટા વહેપારને પણ માઠી અસર થવા પામી છે. પણ ત્યારે હવે આગામી દિવસોમાં ધુળેટીનો તહેવાર આવતો હોઇ જેને લઇ કોરોના સંક્રમણ વધે નહીં તે માટે રંગોથી ધુળેટી પર્વની ઉજવણી પર સરકારે રોક લગાવી છે. પણ સરકરે અગાઉ જ આ પ્રકારનો નિર્ણય કર્યો હોત તો આજે મોટા વેપારીઓ રંગ અને પિચકારીની ખરીદીમાં મોટું આર્થિક રોકાણ કરતજ નહીં પણ અચાનક આ પ્રકારના નિર્ણયને લઇ વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news