Patan Gujarat Chutani Result 2022: પાટણ બેઠક પર કોંગ્રેસના કિરીટ પટેલની જીત

PATAN Gujarat Chunav Result 2022: પાટણ વિધાનસભા બેઠક પાટણ જિલ્લાનો ભાગ છે.  આ બેઠક પર અંદાજિત 1,57,682 પુરૂષ મતદારો છે. જ્યારે 1,48,791 મહિલા મતદારો છે. કુલ 3,06,493 મતદારો છે. 

Patan Gujarat Chutani Result 2022: પાટણ બેઠક પર કોંગ્રેસના કિરીટ પટેલની જીત

Patan Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

પાટણ જિલ્લાની ચાર વિધાનસભા સીટ પરનું પરિણામ

ભાજપ: સિદ્ધપુર, રાધનપુર 
કોંગ્રેસ: પાટણ, ચાણસ્મા

સિદ્ધપુર: બળવંતસિંહ રાજપૂત, ભાજપ
રાધનપુર: લવિંગજી ઠાકોર, ભાજપ

પાટણ બેઠક: કિરીટ પટેલ. કોગ્રેસ
ચાણસ્મા: દિનેશ ઠાકોર. કોગ્રેસ

જીલ્લો -પાટણ 
બેઠક-18 પાટણ 
પક્ષ- કોંગ્રેસ 
ઉમેદવાર- કિરીટ પટેલ 
રાઉન્ડ -8
મતથી આગળ-5547

પાટણ  Gujarat Chunav Result 2022: પાટણ વિધાનસભા બેઠક (પાટણ)
પાટણ વિધાનસભા બેઠકમાં ઠાકોર અને પાટીદાર સમાજના મતદારોનો દબદબો છે. વર્તમાન ધારાસભ્ય પણ પાટીદાર સમાજના છે. 2002થી 17 સુધી આ બેઠક પર પાટીદાર ઉમેદવારો વિજયી બન્યા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર એક પછી એક જીતતા આવ્યા છે. જેમાં વર્ષ 1995માં આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ગાંડાજી ઠાકોર વિજયી બન્યા હતા. શહેર સહિત પંથકના 110 ગામડાઓનો વિધાનસભા સીટમાં સમાવેશ થાય છે.

2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે રાજુલ દેસાઈને ટિકિટ આપી છે. જ્યારે કૉંગ્રેસે કિરીટ પટેલને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ લાલેશ ઠક્કરને ટિકિટ આપી છે. 

2017ની ચૂંટણી
ચાણસ્માના ઈતિહાસની વાત કરીએ તો 2017માં કૉંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલને 1,03,273 મત મળ્યા હતા. જ્યારે ભાજપથી રણછોડ દેસાઈને 77,994 મત મળ્યા હતા. રણછોડ દેસાઈ 25,279 મતોથી હાર્યા હતા.

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રણછોડ દેસાઈને 67,224 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર જોધાજી ઠાકોરને 61,353 મત મળ્યા હતા.     જોધાજી ઠાકોર 5,871 મતોથી હાર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news