પરીક્ષા પે ચર્ચામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ જોડાયા, વડોદરાની કેની પટેલે પીએમને પ્રશ્ન પૂછ્યો

Pariksha Pe Charcha 2022 : ગુજરાતભરના વિદ્યાર્થીઓએ પીએમ મોદીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઓનલાઈન નિહાળ્યો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ગાંધીનગરની એક શાળામા યોજાયેલ કાર્યક્રમમાં જોડાયા

પરીક્ષા પે ચર્ચામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ જોડાયા, વડોદરાની કેની પટેલે પીએમને પ્રશ્ન પૂછ્યો

ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરી. આ કાર્યક્રમ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો હતો, પરંતુ દેશભરના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા ને પીએમ દ્વારા પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવ્યુ હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ એક શિક્ષકની માફક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા હતા, અને તેમના પ્રશ્નોનો જવાબ આપ્યો હતો. ત્યારે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો.  

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમથી દેશભરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરીને છાત્રોનો ઉત્સાહ વધાર્યો અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની કડી સર્વ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સાથે આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ સચિવ વિનોદ રાવ તેમજ  શાળા પરિવાર પણ આ વેળાએ ઉપસ્થિતિ રહ્યા હતા. શાળાના અનેક વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી દુવિધા દૂર થઈ હતી, અને તેમનો પરીક્ષાનો ડર પણ દૂર થયો. 

વડોદરાની કેની પટેલે પ્રશ્ન પૂછ્યો
પીએમ વિશ્વભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે સીધો સંવાદ કર્યો હતો. ત્યારે દેશભના અનેક વિદ્યાર્થીઓને તેમને પ્રશ્ન પૂછવાની તક મળી હતી. જેમાં વડોદરાની કેની પટેલને વડાપ્રધાનને પ્રશ્ન પૂછવાની તક મળી હતી. કાર્યક્રમ પહેલા જ વડાપ્રધાનને પ્રશ્ન પૂછવા માટે વડોદરાની ધો-10 માં ભણતી કેની પટેલની પસંદગી કરાઈ હતી. તેણે હિંમતભેર પ્રશ્ન પૂછ્યો હતો કે, શું પરીક્ષાના સમયમાં જરૂરી આરામ સાથે પોતાના માર્ક્સ વધારવા માટે અભ્યાસક્રમને પૂર્ણ કરવાની ચિંતાને કઈ રીતે બેલેન્સ કરી શકાય? ત્યારે પીએમ મોદીએ તેનો જવાબ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 વર્ષથી 'પરીક્ષા પે ચર્ચા' નામથી પીએમ દેશભરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે છે. પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરે છે. પીએમ વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે જરૂરી ટિપ્સ આપી પોતાના વિચારો રજૂ કરે છે. 'પરિક્ષા પે ચર્ચા' થકી વિદ્યાર્થી - વાલીઓ પરથી પરીક્ષાનો ભાર હળવો કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે ગુજરાતના 2.50 લાખ શિક્ષકો પણ 'પરિક્ષા પે ચર્ચા' કાર્યક્રમ નિહાળ્યો હતો. રાજ્યના 40 હજાર કરતા વધુ શાળાઓ કાર્યક્રમ દેખાડવામાં આવ્યો હતો. 55 લાખ વિદ્યાર્થીઓ 'પરિક્ષા પે ચર્ચા'માં જોડાયા હતા. 349 સ્થળો પર મોટી સ્ક્રીન પર કાર્યક્રમ દર્શાવાયો હતો. તો રાજ્યના 15 લાખ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની પરિક્ષા ચાલુ હોવાને કારણે તેમને કાર્યક્રમમાંથી મુક્તિ અપાઈ હતી. નમો એપ - વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓ કાર્યક્રમ નિહાળ્યો હતો. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news