4000 કરોડના મગફળી કૌભાંડને છાવરવા સરકાર પ્રયાસ કરી રહી છે: પરેશ ધાનાણી
પરેશ ધાનાણીનું કહેવું છે કે, નિવૃત જજની અધ્યક્ષતા વાળા તપાસ પંચથી સરકાર 4000 કરોડના મગફળી કૌભાંડમાં પડદો પાડવા પ્રયાસ કરી રહી છે.
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાતમાં બહુ ગાજેલા 4000 કરોડના મગફળી ખરીદ કૌભાડમાં ગુજરાત સરાકારે તપાસ માટે નિવૃત જજ એચ કે રાઠોડની અધ્યક્ષતા વાળા પંચની રચના કરી હતી. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા મગફળી કાંડને લઇને આક્રમક લડાઇ લડવામાં આવી રહી છે. દરેક ગોડાઉન પર પ્રતિક ઉપવાસ કર્યા અને અમદાવાદમાં આમરણાંત ઉપવાસ કર્યા હતો. જોકે વિપક્ષના દબાણ હેઠળ સરકારને પંચની રચના કરવાની ફરજ પડી છે. પરેશ ધાનાણીનું કહેવું છે કે, નિવૃત જજની અધ્યક્ષતા વાળા તપાસ પંચથી સરકાર 4000 કરોડના મગફળી કૌભાંડમાં પડદો પાડવા પ્રયાસ કરી રહી છે.
મગફળી કાંડની તપાસ માટે રચવામાં આવેલા નિવૃત જજ એચ કે રાઠોડ પંચને લઇને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યુ હતું કે મગફળીકાંડની નૈતિક જવાબદારી સ્વિકારી રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામુ આપવુ જોઇએ માત્ર ભીનું સંકેલવા માટે નિવૃત જજની અધ્યક્ષતા વાળા પંચની રચવા કરવામાં આવી છે. તપાસ પંચમાં મગફળી ગોડાઉનમાં લાગેલી આગ, ખરીદીની પ્રક્રિયા, મંડળીઓ અને રાજ્યકક્ષાની એજન્સિઓની પસંદગી ક્યા સ્થળે અને કોણે કરી. ગોડાઉનમાં કોના ઇશારે માલ ભરાયો અને ભાડુ નક્કિ કરાયું વગેરે વિષયને તપાસના દાયરમાં આવરી લેવામાં આવ્યો નથી. ત્યારે 4000 કરોડના મગફળી કૌભાંડમાં પડદો પાડવા પ્રયાસ કરી રહી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ક્હ્યુ હતું કે રાજ્યની ભાજપા સરકાર જ્યારે જ્યારે ભ્રષ્ટાચારમાં ઘેરાય ત્યારે બચવા માટે તપાસ પંચની રચના કરે છે. અત્યાર સુધી અનેક તપાસ પંચો બનાવ્યા છે. મગફળીની ખરીદીમાં 4 હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયો. સરકાર પણ હવે ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકારી રહી છે. આ તપાસ પંચ માત્ર નાટક છે માટે કોંગ્રેસની માંગ છે કે સીટીંગ જજની દેખરેખ હેઠળ ચોક્કસ સમય મર્યાદામાં તાપસ થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે