એકાએક DPS બંધ કરવાની જાહેરાતથી વાલીઓ ગિન્નાયા, કહ્યું-અમારા સંતાનોના ભવિષ્યનું શું?

નિત્યાનંદ આશ્રમના વિવાદ (Nityanand Ashram) માં ડીપીએસ (DPS) ના કૌભાંડો પણ ખૂલ્યા હતા. જેના બાદ ગઈકાલે નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત DPS ઇસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. જેને પગલે શાળામાં ભણતા હજ્જારો વાલીઓ એક તરફ ચિંતામાં તો બીજી તરફ આક્રોશમાં દેખાઈ રહ્યાં છે. ભારે આક્રોશ સાથે આજે મોટી સંખ્યામાં વાલીઓ ડીપીએસ ઈસ્ટ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. તો બીજી તરફ, વાલીઓને ડીપીએસ તરફથી કોઈ જવાબ ન આપવામાં આવતા તેમનામાં આક્રોશ જોવા મળ્યો છે. તેઓએ પોતાના બાળકોના ભવિષ્યનું રક્ષણ કરવાની માંગ કરી છે. ત્યારે થોડીવારમાં આચાર્ય ડીપીએસ સ્કુલ ખાતે પહોંચશે. 

એકાએક DPS બંધ કરવાની જાહેરાતથી વાલીઓ ગિન્નાયા, કહ્યું-અમારા સંતાનોના ભવિષ્યનું શું?

અમદાવાદ :નિત્યાનંદ આશ્રમના વિવાદ (Nityanand Ashram) માં ડીપીએસ (DPS) ના કૌભાંડો પણ ખૂલ્યા હતા. જેના બાદ ગઈકાલે નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત DPS ઇસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. જેને પગલે શાળામાં ભણતા હજ્જારો વાલીઓ એક તરફ ચિંતામાં તો બીજી તરફ આક્રોશમાં દેખાઈ રહ્યાં છે. ભારે આક્રોશ સાથે આજે મોટી સંખ્યામાં વાલીઓ ડીપીએસ ઈસ્ટ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. તો બીજી તરફ, વાલીઓને ડીપીએસ તરફથી કોઈ જવાબ ન આપવામાં આવતા તેમનામાં આક્રોશ જોવા મળ્યો છે. તેઓએ પોતાના બાળકોના ભવિષ્યનું રક્ષણ કરવાની માંગ કરી છે. ત્યારે થોડીવારમાં આચાર્ય ડીપીએસ સ્કુલ ખાતે પહોંચશે. 

Video : આકર્ષક હોઠ, ભૂરી આંખોવાળી આ યુવતી કેમેરા સામે સિટી વગાડે છે, તો કરોડો લોકો પાગલ થઈ જાય છે

આશ્રમને જગ્યા ભાડે આપનાર DPS ઇસ્ટના સંચાલક હિતેન વસંત, પૂજા મંજુલા શ્રોફ અને પૂર્વ પ્રિન્સિપાલએ 2010માં ખોટી NOC રજૂ કરી માન્યતા મેળવી લીધી હતી. જેનો પર્દાફાશ આખરે થયો હતો. ત્યારે ગઈકાલે સીબીએસઈ દ્વારા જાહેરાત કરાઈ કે, વિદ્યાર્થીઓને નવા સત્રથી અન્ય સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવશે. ડીપીએસ ઇસ્ટ સ્કૂલમાં હાલ ભણી રહેલા ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ અન્ય સ્થાનિક સ્કૂલમાં ખસેડવામાં આવશે. આ પ્રક્રિયામાં ગુજરાત શૈક્ષણિક બોર્ડ પણ મદદરૂપ થશે. આ ઉપરાંત CBSE બોર્ડ દ્વારા પણ આ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ખસેડવા બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

તો મોટી સંખ્યામાં વાલીઓ ડીપીએસ સ્કૂલમાં પહોંચ્યા છે. તેઓ એક જ વાત કહી રહ્યા છે, અમારા વાલીઓનું શું. સ્કૂલ બંધ કરી દેવામાં આવશે તો અમે શું કરીશું. વાલીઓએ સરકાર સામે પ્રશ્ન પૂછ્યો કે, તેમના બાળકોનો ભવિષ્યનું શું. વાલીઓએ બાળકોના ભવિષ્યનું રક્ષણ કરવાની માંગ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news