ગુજરાતમાં છે દુનિયાનુ સૌથી સસ્તુ દવાખાનુ, માત્ર એક રૂપિયામાં કરે છે દર્દીની સારવાર
Trending Photos
- આજના યુગમાં જ્યાં ખાનગી તબીબો કોરોના લક્ષણમાં જ હોસ્પિટલના લાખો રૂપિયાના બિલ બનાવી રહ્યા છે, તો આજના યુગમાં આવા દવાખાના સાચા અર્થમાં ગરીબોના તારણહાર
સાબિત થઈ રહ્યા છે
અલકેશ રાવ/બનાસકાંઠા :હાલના સમયમાં વધતી મોંઘવારી વચ્ચે બનાસકાંઠાના પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં સસ્તા દરે લોકોને દવા આપીને મદદ કરવામાં આવી હી છે. છેલ્લા 43 વર્ષોથી મુંબઈના ટ્રસ્ટી મણિબેન ચેરીટેબલ ટ્રસ્ટની આગેવાનીમાં આ દવાખાનુ ચલાવાય છે. આ દવાખાનામાં દર્દીઓને કોરોના સહિતના અન્ય રોગની દવા પુરી પાડવામાં આવે છે. આ દવાખાનું આખા વિસ્તારમાં ચાર આનાના નામથી ફેસમ છે. આ દવાખાનામાં દર્દીઓને ચેક કર્યા બાદ માત્ર એક રૂપિયામાં દવા અપાય છે. જો કોઈ દર્દીને ત્રણ દિવસની દવા લેવાની હોય તો 3 રૂપિયા ચૂકવવાના હોય છે. હાલમા મહામારીમાં પણ ટ્રસ્ટ દ્વારા માત્ર એક દિવસમાં મેડિકલ ચેકઅપ, દવા, ડ્રેસિંગ સહિતની સારવાર કરવામાં આવે છે. અત્યાર સુધી આ ટ્રસ્ટમાં લાખો લોકો સારવાર લઈ સાજા થયા છે. ટ્રસ્ટીઓ દર વર્ષે 3 લાખની ખોટ વેઠીને પ્રજાની આરોગ્ય સેવા પૂરી પાડી રહ્યા છે.
બનાસકાંઠાના પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં આજે પણ માત્ર એક રૂપિયામાં જ અન્ય રોગો સહિત કોરોના દર્દીની સારવાર થાય છે.આ દવાખાનું 48 વર્ષ પહેલાં મુંબઈના ટ્રસ્ટી દ્વારા મણિબહેન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલી રહ્યું છે. જોકે તેને બધા ચાર આનાના દવાખાના તરીકે ઓળખે છે જો તમને અન્ય રોગ કે કોરોનાના સામાન્ય લક્ષણ હોય તો તમે માત્ર એક રૂપિયામાં પણ સાજા થઈ શકો છો.
આ પણ વાંચો : આણંદના સુખી સંપન્ન પરિવારના વહુની બાથરૂમમાંથી મળી લાશ, ભાઈએ હત્યાની આશંકા બતાવી
એક રૂપિયામાં થાય છે સારવાર
પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં આવેલું ચાર આનાનું દવાખાનું એટલે કે માત્ર 25 પૈસાનું દવાખાનું મણિબહેન ચેરીટેબલ ટ્રસ્ટ દવાખાનું સમગ્ર પાલનપુર શહેરમાં ચાર આનાના નામથી પ્રખ્યાત છે. વર્તમાન સમયમાં ચાર આના ચલણમાં ના હોવાથી એક રૂપિયામાં દર્દીઓને તપાસી એક દિવસની દવા અપાય છે. જો ત્રણ દિવસની દવા લેવી હોય તો પણ માત્ર ત્રણ રૂપિયા જ ચૂકવવા પડે છે. હાલમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા સેંકડો ગરીબ દર્દીઓ અહીં ઈલાજ કરાવી સાજા થઈ રહ્યા છે. વર્ષોથી અહીં સારવાર લેનાર લોકો આ દવાખાનાને ઈશ્વરના એક વરદાનરૂપ જ માની રહ્યા છે.
કેવી રીતે શરૂઆત થઈ
આજથી 48 વર્ષો પહેલાં મુંબઈના ટ્રસ્ટી દ્વારા મણિબહેન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આ દવાખાનું શરૂ કરાયું હતું. માત્ર ચાર આના એટલે કે 25 પૈસામાં જ આ વિસ્તારના ગરીબ લોકોને આરોગ્ય સેવા પૂરી પાડવાનું બીડું ઝડપ્યું હતુ. 48 વર્ષોમાં લાખો ગરીબ વર્ગના જરૂરિયાતમંદ લોકો માટે આ દવાખાનું આશીર્વાદરૂપ સાબિત થયું છે. સમય જતાં 25 પૈસાનું ચલણ બંધ થતાં અહીંની ફીસ એક રૂપિયો કરવામાં આવી છે.જ્યાં માત્ર એક રૂપિયામાં જ મેડિકલ ચેક અપ, દવા, ડ્રેસિંગ સહિતની સેવા પૂરી પાડવામાં આવે છે.કોરોનાની બીજી લહેરમાં સેંકડો દર્દીઓ આ દવાખાનામાં ઈલાજ કરાવી કોરોનાના સામાન્ય લક્ષણમાં જ સારા થયા હતા. ત્યારે હાલમાં ચાલી રહેલ ત્રીજી લહેરમાં પણ દર્દીઓ શરદી, ખાંસી થતાં જ અહીંથી દવા લઈ સજા થઈ રહ્યા છે. આ દવાખાનામાં સેવા આપતાં તબીબને જણાવ્યાનુસાર ટ્રસ્ટી દર વર્ષે ત્રણ લાખની ખોટ વેઠીને પણ અહીંની પ્રજાને આરોગ્ય સેવા પૂરી પાડી રહ્યા છે.
આ પણ વાંચો : હનિમૂનથી પરત ફરતા દંપતી માટે બસની સવારી મોતની સવારી બની, પત્ની બસમાંથી કૂદી ન શક્તા ત્યાં જ મોતને ભેટી
હોસ્પિટલના તબીબ ડો.બેલાબેન ત્રિવેદી જણાવે છે કે, આ હોસ્પિટલ વર્ષોથી ચાલે છે. અહીં પહેલા 25 પૈસા ચાર્જ હતો, જે હાલ રૂપિયો છે. તેમાં અમે તમામ પ્રકારના રોગોની સારવાર કરીયે છીએ.
પાલનપુરમાં 43 વર્ષથી ચાલતા આ દવાખાનામાં આવતા તમામ દર્દીઓની નિસ્વાર્થ ભાવે ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોવાથી અનેક ગરીબ દર્દીઓ ત્રણ-ત્રણ પેઢીઓથી અહીં સારવાર કરાવવા માટે આવે છે. તો ગરીબ ગરીબ દર્દીઓને આ દવાખાનાની દવા માફક આવી ગઈ હોવાથી અને એકદમ સસ્તું પડતું હોવાથી તેવો આ દવાખાનાને એક આશીર્વાદ રૂપ માની રહ્યા છે.
આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેર સુનામી બની, અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ધરખમ વધારો
અહી આવનારા દર્દી કહે છે કે, બીજી હોસ્પિટલમાં બહુ ખર્ચો થાય છે. અહીં એકદમ સસ્તામાં સાજા થઈ જવાય છે. અમે વર્ષોથી અહીં સારવાર માટે આવીએ છીએ. અહીં લોકોને ખુબજ સસ્તું પડે છે અને યોગ્ય સારવાર મળે છે.
આજના યુગમાં જ્યાં ખાનગી તબીબો કોરોના લક્ષણમાં જ હોસ્પિટલના લાખો રૂપિયાના બિલ બનાવી રહ્યા છે, તો આજના યુગમાં આવા દવાખાના સાચા અર્થમાં ગરીબોના તારણહાર સાબિત થઈ રહ્યા છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે