Padma Awards 2021: કેશુબાપા, મહેશ-નરેશ સહિતના આ ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી નવાજ્યા
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પદ્મ ભૂષણ, અભિનેતા-સંગીતકાર બેલડી મહેશ-નરેશને પદ્મશ્રી માટે પસંદ કરાયા છે. તો દાદુદાન ગઢવી, ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસ એમ ત્રણ વ્યક્તિને શિક્ષણ અને સાહિત્ય માટે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
Trending Photos
ઝી ન્યૂઝ/ બ્યૂરો: રાષ્ટ્રપતિના હસ્તે આજે પણ પદ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. સરકારે કુલ 119 લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરી છે. જેમાં 7 લોકોને પદ્મ વિભૂષણ, 10 લોકોને પદ્મ ભૂષણ જ્યારે 102 લોકોને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરાયા છે. પદ્મ વિભૂષણએ પદ્મ ભૂષણ બાદ દેશનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન છે. મંગળવારે 119 લોકોને 2021 માટે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પદ્મ ભૂષણ, અભિનેતા-સંગીતકાર બેલડી મહેશ-નરેશને પદ્મશ્રી માટે પસંદ કરાયા છે. તો દાદુદાન ગઢવી, ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસ એમ ત્રણ વ્યક્તિને શિક્ષણ અને સાહિત્ય માટે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
રાષ્ટ્રપતિના હસ્તે આજે પદ્મ પુરસ્કારો એનાયત
- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ
- કુલ 119 લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કરાયા
- સાહિત્યકાર દાદુદાન ગઢવીને પદ્મશ્રી અવૉર્ડ
- સાહિત્યકાર ચંદ્રકાંત મહેતાને પદ્મશ્રી અવૉર્ડ
- મહેશ અને નરેશ કનોડિયા પણ મરણોપરાંત પદ્મશ્રી અવૉર્ડ
- લિજ્જત પાપડના સ્થાપક જશવંતીબેન પોપટને પણ પદ્મશ્રી એનાયત
President Kovind presents Padma Bhushan to Shri Keshubhai Patel (Posthumous) for Public Affairs. He was the two time former Chief Minister of Gujarat, and a Member of Parliament, Rajya Sabha and Lok Sabha. pic.twitter.com/IPz1GSef35
— President of India (@rashtrapatibhvn) November 9, 2021
ગુજરાતના આઠ લોકોને પદ્મ અવૉર્ડ એનાયત આવ્યા જે નીચે મુજબ છે. આ સિવાય એક પદ્મભૂષણ અને સાત પદ્મશ્રી અવૉર્ડ પણ એનાયત કરાયા છે.
- આર્કિટેક્ચરના ક્ષેત્રે બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ આપવામાં આવ્યો
- વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં ગફુરભાઈ બિલાખિયાને પદ્મશ્રી
- સાહિત્યક્ષેત્રે એચ એમ દેસાઈને પદ્મશ્રી
- વિજ્ઞાન અને એન્જીનિયરિંગ ક્ષેત્રે સુધીર જૈનને પદ્મશ્રી
- કલાના ક્ષેત્રે યાઝદી નૌશિરવાન કરંડિયાને પદ્મશ્રી
- સાહિત્ય ક્ષેત્રે નારાયણ જોશીને પદ્મશ્રી એનાયત
- શાહબુદ્દીન રાઠોડને સાહિત્યના ક્ષેત્રમાં પદ્મશ્રી
- મેડિસિન ક્ષેત્રે ડૉક્ટર ગુરદીપ સિંહને પદ્મશ્રી
અત્રે નોંધનીય છે કે, પૂર્વ કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનવામાં આવ્યા હતા. અભિનેત્રી કંગના રનૌત અને સિંગર અદનાન સામીને પદ્મશ્રીથી સન્માનિત કરાયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પણ મરણોપરાંત પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. આ સિવાય ગુજરાતના બાલકૃષ્ણ દોશીને પદ્મ ભૂષણ અને અન્ય 7 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કાર મળ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે