મોટા સમાચાર: હાર્દિક પટેલના મિત્ર PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તેવી શક્યતા

અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનના નેતા છે. તેઓ હાર્દિક પટેલ સાથે આ આંદોલનમાં જોડાયા હતા. હાર્દિક પટેલ પછી પાટીદાર અનામત આંદોલનના મૂખ્ય આગેવાન તરીકે અલ્પેશ કથીરિયાનો ચહેરો જોવા મળ્યો હતો. 

મોટા સમાચાર: હાર્દિક પટેલના મિત્ર PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તેવી શક્યતા

ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક ઉલટફેર જોવા મળી રહ્યા છે. ZEE 24 કલાક પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. હાર્દિક પટેલના મિત્ર PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ શકે છે. હાલ અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તેવી શક્યતાના પગલે ખળભળાટ મચી ગયો છે. PAAS કન્વીનર અને હાર્દિક પટેલના મિત્ર પાટીદાર યુવા નેતા અલ્પેશ કથીરિયા ગબ્બર તરીકે જાણીતા છે.

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનના નેતા છે. તેઓ હાર્દિક પટેલ સાથે આ આંદોલનમાં જોડાયા હતા. હાર્દિક પટેલ પછી પાટીદાર અનામત આંદોલનના મૂખ્ય આગેવાન તરીકે અલ્પેશ કથીરિયાનો ચહેરો જોવા મળ્યો હતો. 

મહત્વનું છે કે ચૂંટણી પહેલા ભાજપે હાર્દિક પટેલના એક સમયના સાથે અલ્પેશ કથિરીયાને પાર્ટીમાં લાવવાની તૈયારી ચાલી રહી હતી. હવે આ વાતને થોડી હવા મળી છે. વર્ષ 2017માં પાટીદાર આંદોલનના કારણે ભાજપ માત્ર 99 બેઠકો પર અટકી ગયું હતું. ત્યારે હવે ભાજપ વધુ સરસાઈથી જીત મેળવવા અલ્પેશ કથિરીયાને સામેલ કરે તેવું લાગી રહ્યું છે.

જાણવા મળ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં પાટીદારને મજબૂત કરવા અને તેમના મતને ભાજપ તરફ વાળવા અલ્પેશ કથિરીયાને ભાજપમાં લઈ લેવાશે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત રીતે પ્રચાર કરી રહી છે, અને સારો એવો હોલ્ડ ઉભો કર્યો છે, તેવા રીપોર્ટસ્ છે. આથી આમ આદમીની મતબેંક કાપવા ભાજપ અલ્પેશ કથિરીયાને ભાજપમાં લઈને ધારાસભ્ય પદની ટિકિટ પણ આપી શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, અલ્પેશ કથિરીયા સાથે બેઠક પણ યોજાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news