આંતરજ્ઞાતિય લગ્નને લાગ્યું કોરોનાનું ગ્રહણ, રજીસ્ટ્રેશન રદ થતા યુગલોમાં રોષ
Trending Photos
આશ્કા જાની, અમદાવાદ: રજીસ્ટ્રેશન કચેરી બંધ હોવાથી રજિસ્ટ્રેશન ફોર્મની એક મહિનાની મર્યાદા પુરી થઈ હતી. જેને લઈ દરેક યુગલને સોંગનદનામું સહિત અન્ય ખર્ચના કુલ 1 હજાર રૂપિયા ફરી ખર્ચવાના હોવાથી યુગલોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જો કે, આ મામલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર સુધી રજુઆત કરવા આવી છે કે, ખોટી રીતે રૂપિયા લેવામાં આવ્યા છે. કાયદાકીય રીતે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ જ્યારે કોઈ યુવલ રજિસ્ટ્રેશન કરાવે ત્યારે તેને એક મહિના બાદ ગમે ત્યારે સર્ટિફિકેટ આપી શક્યા છે.
કોરોના પહેલા સ્પેશિયલ મેરેજ એકટ આંતરજ્ઞાતીય લગ્ન માટે 60 યુગલોએ રજિસ્ટ્રેશન અરજી કરી હતી. કોરોનાના કારણે ચાર મહિના કચેરી બંધ રહેતા લગ્ન અટકી પડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે