સાવરકુંડલાની આ સંસ્થાનો સેવાભાવ જાણીને થઈ જશે ગદગદિત

મહિલાઓ પર થઇ રહેલા અત્યાચારના કારણે મહિલાઓ પોતાનું માનસિક સંતુલન ખોઇ બેસે છે
 

સાવરકુંડલાની આ સંસ્થાનો સેવાભાવ જાણીને થઈ જશે ગદગદિત

કેતન બગડા/અમરેલી : રસ્તાઓ પર આપણે ઘણા માનસિક અસ્થિર મહિલાઓ અને પુરૂષોને જોતા હોઇએ છીએ જે ગંદા કપડા પહેરીને ફરતા હોય છે અને કચરામાંથી ભોજન શોધીને ખાતા હોય છે. આવા માનસિક અસ્થિર લોકો માટે આશિર્વાદરૂપ છે સાવરકુંડલાથી પાંચ કિલોમીટરની અંતરે હાથસણી રોડ પર માનવ મંદિર નામની એક સંસ્થા. અહીં માનસિક અસ્થિર મહિલાઓ અને પુરષોને સારવારની સાથે પ્રેમ અને હૂંફ આપીને સાજા કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને તેમના ઘરે પાછા મોકલવામાં આવે છે. 

પાંચ વર્ષથી ચાલી રહેલી આ સંસ્થામાં અત્યાર સુધી 35થી વધુ મહિલાઓ સ્વસ્થ થઇને પોતાના ઘરે પરત ફરી છે અને આ સંસ્થામાં હાલ 47 માનસિક અસ્વસ્થ મહિલાઓ ભક્તિબાપુની નિશ્રામાં સારવાર લઈ રહી છે. આ માનવ મંદિર હવે આસપાસના જિલ્લાઓ અને ગામડાઓ માટે રિસર્ચ સેન્ટર બની રહ્યું છે અને વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓ આ સંસ્થાની મુલાકાત લઇ રહી છે. 

મહિલાઓ પર થઇ રહેલા અત્યાચારના કારણે મહિલાઓ પોતાનું માનસિક સંતુલન ખોઇ બેસે છે અને માનવ મંદિર આવી તમામ મહિલાઓને પ્રેમ અને હૂફ આપીને ફરી સમાજમાં જીવવા માટે કાબેલ બનાવી રહી છે. સમાજ આ સંસ્થા પાસેથી શીખ લે કે જો માનસિક અસ્વસ્થ લોકોને પ્રેમ અને હૂંફ મળે તો તેઓ જરૂરથી સ્વસ્થ થઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news