Kutch: દેશનું એકમાત્ર ડેમોસ્ટ્રેશન જ્યાં ૧૦૦ ટકા ડ્રીપ ઈરીગેશન અને મલ્ચીંગ પધ્ધતિથી ઉછરે છે બરહી ખારેક

વિષમ આબોહવા વાળા કચ્છ (Kutch) ની વાત કરીએ તો બાગાયતી ખેતીમાં કચ્છે કાઠુ કાઢયું છે. કચ્છ (Kutch) ની કેસર હોય કે ખારેક (Dates) વિશ્વમાં આ બાગાયતી ફળ માટે કચ્છે આગવી નામના ઉભી કરી છે.

Kutch: દેશનું એકમાત્ર ડેમોસ્ટ્રેશન જ્યાં ૧૦૦ ટકા ડ્રીપ ઈરીગેશન અને મલ્ચીંગ પધ્ધતિથી ઉછરે છે બરહી ખારેક

કચ્છ: ખેતી અને પશુપાલનમાં વિશ્વ જેને અનુસરે છે એ ઈઝરાયેલ દેશની બાગાયત ખેતી પધ્ધતિ ભારતે (India) પણ અપનાવી છે. વિશેષ ગુજરાત (Gujarat) માં જોઇએ અને એમાંય વિષમ આબોહવા વાળા કચ્છ (Kutch) ની વાત કરીએ તો બાગાયતી ખેતીમાં કચ્છે કાઠુ કાઢયું છે. કચ્છ (Kutch) ની કેસર હોય કે ખારેક (Dates) વિશ્વમાં આ બાગાયતી ફળ માટે કચ્છે આગવી નામના ઉભી કરી છે. હવે પરિસ્થિતિ એવી છે કે, કચ્છી માડુઓ આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિથી મબલખ બાગાયતી પાકો લઇ રહયા છે.

જેમાં કચ્છી ખેડુઓ માત્ર પોતાની મહેનત જ નહીં પણ રાજય સરકારના કૃષિ ઉત્સવો અને સહાયોને પણ મહત્વપૂર્ણ માને છે. ખેડૂત મબલખ પાક મેળવી બે પાંદડે થઇ પોતાની આગવી ઓળખ ઉભી કરે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. 

આવા જ એક પ્રયત્નનો શુભારંભ ૨૦૧૮માં કચ્છ (Kutch) ના કુકમા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના તત્કાલિન વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુએ કરેલો. ભારત અને ઈઝરાયેલ (Israel) સરકારના સંયુકત પ્રોજેકટ ઈન્ડો ઈઝરાયેલ વર્ક પ્લાન એટલે કે ખારેક પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનો પ્રારંભ રાજય સરકારના બાગાયત ખાતા અંતર્ગત કરવામાં આવ્યો હતો.

સેન્ટર ઓફ એકસલનસ ફોર ડેટ પામ એટલેકે ખારેક પાક ઉત્કૃષ્ટતા કેન્દ્ર એ રાજયના ખેડૂતોને ખેતી વિષયક હાઇટેક નોલેજ, ઉત્પાદન ક્ષમતા વધારવાની પધ્ધતિ અને ફાર્મ શિબિર અને વર્કશોપ દ્વારા તાલીમબધ્ધ કરી ઓછા ખર્ચ અને રોકાણથી વધુ ખારેક ઉત્પાદન મેળવવાનું તાલીમ કેન્દ્ર પણ છે.

ઈન્ડો ઈઝરાયેલ (Indo Israel) પ્રોજેકટ હેઠળ સ્થપાએલા આ કેન્દ્રમાં ૬ હેકટરમાં બરહી ખારેક સાથે વિવિધ બાગાયતી પાક જેવાં કે અંજીર, ડ્રેગન, દાડમ, કાજુ, કેસરના છોડ પણ તૈયાર થઇ રહયા છે. જયારે ૨.૫ હેકટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્જામીન નેતનયાહુ દ્વારા રોપાયેલ છોડ સાથે ૨૬૨ બરહી ખારેકના વૃક્ષ પરથી હાલે ગુણાવતાયુકત પાક ભારતના બજારમાં પહોંચી રહયો છે.

સેન્ટરના પ્રોજેકટ ઓફીસર કેતનભાઇ પટેલ કહે છે તેમ ભારતનું આ એકમાત્ર ડેમોસ્ટ્રેશન છે જયાં ૧૦૦ ટકા ડ્રીપ ઈરીગેશન અને પ્લાસ્ટિક મલ્ચીંગ પધ્ધતિથી ખારેક ઉત્પાદન કરવામાં આવે છે. આધુનિક ખેતી પધ્ધતિથી ગુણવતાયુકત બરહી ખારેકનો પ્રથમ પાક હાલે રાજય અને દેશમાં માંગ પ્રમાણે વેચાણ કરાઇ રહયો છે.

રાજય (Gujarat) ના ખેડૂતોને ઈઝરાયેલી ખેતી પધ્ધતિથી ઈઝરાયેલી બરહી ખારેકની જાળવણી, લણણી, પરાગ નયન, કાપણી અને પછીનું વ્યવસ્થાપન અંગે નિષ્ણાંતો દ્વારા કુલ ૩૪૭૮ ખેડૂત પુરૂષ અને મહિલાઓ તાલીમ પામ્યા છે. ઈન્ડો ઈઝરાયેલ વર્ક પ્લાન હેઠળ અહીં નર અને માદા ખારેક છોડના પરાગનયન પણ શીખવાડવામાં આવે છે.

બી, પીંલા અને ટીસ્યુકલ્ચરથી ખારેક ઉછેર થાય છે જેમાં હાલે ખેડૂતો ટીસ્યુકલ્ચર ખારેક વાવેતર વધુ અપનાવી રહયા છે. રૂ.૩૭૫૦ના એક છોડ પૈકી રાજય સરકાર રૂ.૧૨૫૦ની સહાય આપે છે. હાલે બે બજાર હેકટરમાં કચ્છ (Kutch) માં બરહી ખારેકનું વાવેતર છે. પ્લાસ્ટિક મલ્ચીંગથી નવા છોડમાં મુળિયાના પોષકતત્વો જળવાય છે તેમજ ઓઇલ નેટવર્કથી ખાતર પાણી અને વીજળી બચાવ થાય છે.

ખારેક માટે કહેવાય છે કે પગ પાણીમાં અને માથુ આગમાં જેને ટપક સિંચાઇ અને પ્લાસ્ટિક મલ્ચીંગથી સાકાર કરી શકાય છે. આ કેન્દ્ર પરથી માંગ પ્રમાણે પીલાં (ખારેક) લઇ તેના ઓર્ડર પ્રમાણે કિલોથી લઇ ૨૦ કિલો સુધીના પેકીંગ કરી પાર્સલ કરવામાં આવે છે.

ઈઝરાયેલી ખારેક (Israel Dates) ની મબલખ પાક લઇ ખેડૂતો મબલખ કમાય તે માટે તાલીમથી તૈયાર કરાયેલા ખેડૂતો પૈકી ભુજ તાલુકાના માધાપર, ભૂજોડી, લહેરના ૬૫ વર્ષિય ખેડૂત જાવદજી વેલજીભાઇ વેકરીયા ટપક સિંચાઇથી બરહી અને દેશી ખારેક તૈયાર કરી છે. હાલે એનો પાક તૈયાર છે. 

“મારા ખેતરમાં ૪૮૦ ખારેકના ઝાડ તૈયાર છે એ પૈકી ૨૩૫ જેટલા છોડની પ્રતિ એકની રૂ.૧૨૫૦ની સબસીડી મેળવી છે. મલ્ચીંગ પધ્ધતિથી ખારેક કરવાનું તાલીમમાં મે જાણેલું હવે એ પણ કરીશું” એમ જાદવજી વેકરીયા કહે છે. બાગાયત તરફથી મળતી રોપા સહાય અને ટપક સિંચાઇ લાભની વાત કરતા સરકારનો તેઓ આભાર માને છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news