25 હજાર કરોડનાં નુકસાન સામે સરકારે ખેડૂતોને 700 કરોડની લોલીપોપ આપી: પરેશ ધાનાણી

જે પ્રકારે સરકાર ખેડૂતો સાથે રમત કરી રહી છે તે ખુબ જ ચોંકાવનારી છે

25 હજાર કરોડનાં નુકસાન સામે સરકારે ખેડૂતોને 700 કરોડની લોલીપોપ આપી: પરેશ ધાનાણી

કેતન બગડા/અમરેલી: આજે કોંગ્રેસ દ્રારા જન વેદના આંદોલનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં પાક વીમો,ખેડૂતોને થયેલ નુકશાન બાબતે સરકારને જાગૃત કરીને સરકારનું ધ્યાન દોરવા બાબતે જિલ્લાના કોંગ્રેસના આગેવાનો તેમજ વિપક્ષના નેતા દ્રારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. સમગ્ર ગુજરાતમાં સતત વરસાદને લઈને ખેડૂતોને થયેલ નુકશાન તેમજ પાક વીમો ખેડૂતોને આપવા અમરેલી કોંગ્રેસ દ્રારા સિનિયર સીટીઝન પાર્કમાં જન વેદના આંદોલનનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા પરેશ ધાણાની તેમજ અમરેલી શહેરના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા અને તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

રૂ. ૧૯૨ કરોડનાં "એરોપ્લેન"થી "હવામાં ઊડતી"
સરકારે જમીન ઉપર ઊતરીને "જગતનાં તાત"ને
"જીવતદાન" આપવુ ખૂબ જરૂરી છે..!

જય જવાન, જય કિસાન. pic.twitter.com/8FMmgTBZ6s

— Paresh Dhanani (@paresh_dhanani) November 13, 2019

સરકાર દ્વારા કમોસમી વરસાદ બાદ ખેડૂતોને નુકસાન અંગે 700 કરોડનું પેકેજ જાહેર કરતા નેતા વિપક્ષ  પરેશ ધાનાણીએ સરકાર સામે પ્રતિક્રિયા આપતા ૨૫,૦૦૦ કરોડનું નુકસાન સામે સરકારે ૭૦૦ કરોડનો ટુકડો નાંખીને ખેડૂતોની મજાક કરી છે સરકાર પાસે વરસાદના આંકડા નુકસાનના આંકડા સહિતની તમામ માહિતીઓ છતાં પણ ખેડૂતો સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યું છે. સરકારના 700 કરોડના પેકેજ સામે નેતા વિપક્ષના પ્રહારો.25 હજાર કરોડના નુકશાન સામે સરકારે નાખ્યો ટુકડો.કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ સરકારે ખેડૂતોની વ્હારે આવવું જોઈએ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news