દિવાળી પહેલા હોંશે હોંશે ડુંગળી વાવનારા ખેડૂતોને આજે રડવાનો વારો આવ્યો, ભાવ સાવ તળિયે ગયો

Onion Price : ડુંગળીનો પાક જાન્યુઆરી મહિનામાં તૈયાર થઈ જતા માળીયાહાટીના પંથકમાં ખેતરોના ડુંગળી ઉપાડવાનું શરૂ કર્યું છે. પરંતું ખેડૂતોને માર્કેટમાં તેના યોગ્ય ભાવ મળી નથી રહ્યાં 

દિવાળી પહેલા હોંશે હોંશે ડુંગળી વાવનારા ખેડૂતોને આજે રડવાનો વારો આવ્યો, ભાવ સાવ તળિયે ગયો

Onion Price ભાવીન ત્રિવેદી/જૂનાગઢ : ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દિવાળી પેહલા ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતોની ડુંગળીનો પાક તો તૈયાર થયો છે, પણ હાલ બજાર ભાવ નીચો જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના ભાવ સાવ તળિયે બેસી જતા ખેડૂતોને હાલ પોતાની ડુંગળી ક્યાં વેચવા જવી તેવો ઘાટ સર્જાયો છે. 

જૂનાગઢ જિલ્લામાં ડુંગળીનુ વાવેતર ખૂબ પુષ્કળ પ્રમાણમાં થયું છે, ત્યારે ડુંગળીનો પાક જાન્યુઆરી મહિનામાં તૈયાર થઈ જતા માળીયાહાટીના પંથકમાં ખેતરોના ડુંગળી ઉપાડવાનું શરૂ કર્યું છે. પરંતું ડુંગળીના ભાવ સાવ તળિયે બેસી ગયા છે. માળીયાહાટીના વિસ્તારના ખેતરોમાં ખેડૂતો દ્વારા ડુંગળી ઉપાડવાનું કામ પૂરજોશમાં ચાલુ થઈ ગયું છે, પરંતું ખેડૂતોને બીક છે કે મહામહેનતે વાવેલી ડુંગળીનું હવે શું કરવું.

આ પણ વાંચો : 

જો કે આ પંથકમાં બધા ખેડૂતો ડુંગળી વાવતા નથી. પણ જે ખેડૂતોએ દિવાળી પહેલા ડુંગળીનું વાવેતર કરેલ છે તેવા ખેડૂતોએ છેલ્લા ચારથી પાંચ દિવસ થયા ડુંગળી ઉપાડવાનું શરૂ કદી કરી દીધું છે. હાલ ખેડૂતોની એવી ફરિયાદ છે કે, અત્યારે ડુંગળીનો પૂરો ભાવ મળતો નથી. લાઠોદરા પંથકના ખેડૂતોએ જણાવ્યું કે, અમે 12 વીઘામાં ડુંગળીનું વાવેતર દિવાળી પહેલા કર્યું હતું. હાલ ડુંગળી ઉપાડવાનું કામ શરૂ કર્યું છે. 12 વીઘામાં 80 ખાંડી ડુંગળી થઈ છે અને અત્યારે ડુંગળીનો ભાવ રૂપિયા 2500 થી 3000 આસપાસ તો છે. પરંતં તે ખૂબ જ ઓછો ભાવ છે. તો સરકારે 6 થી 7 હજાર ખાંડીનો ભાવ મળે તેવી ખેડૂતોની માંગણી છે. 

પોલીસ પુત્ર સામે વ્યાજખોરીની ફરિયાદ 
રેન્જ આઇજી અશોક યાદવની હાજરીમાં આજે જામનગરમાં લોક દરબાર યોજાયો હતો. વ્યાજખોરો સામેના લોક દરબારમાં પોલીસ પુત્ર સામે આક્ષેપ લાગ્યો હતો. ડુંગળીની લારી ચલાવતા વ્યક્તિએ પોલીસ પુત્ર પાસેથી 10 હજાર લીધા હતા. ત્યારે ફરિયાદીએ કહ્યું કે, પોલીસ પુત્રએ કોરાચેક લઈને તેમાં એક લાખ કરીને બેંકમાં ભર્યાં હતા. સાથે જ પોલીસ પુત્રએ ચીમકી પણ આપી હતી કે, તને ચરસના કેસમાં ફીટ કરી દઈશ. આઇજી અશોક યાદવે કહ્યું આવેલ રજૂઆતોના દરેક કિસ્સાઓમાં જરૂરી તપાસ કરી યોગ્ય કાર્યવાહી થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news