વીસનગર : ગામમાં બળદો દોડાવવાની હથિયાઠાઠું પરંપરા બની જીવલેણ, એક યુવકનો લેવાયો ભોગ

વીસનગરમાં ઉજવાતી બળદોના દોડની હથિયાઠાઠું પરંપરામાં એક યુવકનું મોત નિપજ્યું છે. આ પરંપરામાં બળદ ગાડુ દોડાવીને રેસ લગાવવામાં આવે છે. આમ, વર્ષોથી ઉજવાતી એક પરંપરા જીવલેણ સાબિત થઈ છે.  

વીસનગર : ગામમાં બળદો દોડાવવાની હથિયાઠાઠું પરંપરા બની જીવલેણ, એક યુવકનો લેવાયો ભોગ

મહેસાણા :વીસનગરમાં ઉજવાતી બળદોના દોડની હથિયાઠાઠું પરંપરામાં એક યુવકનું મોત નિપજ્યું છે. આ પરંપરામાં બળદ ગાડુ દોડાવીને રેસ લગાવવામાં આવે છે. આમ, વર્ષોથી ઉજવાતી એક પરંપરા જીવલેણ સાબિત થઈ છે.  

વિસનગરના વાલમ ગામમાં વર્ષોથી હથિયાઠાઠું પરંપરા ઉજવવામાં આવે છે. જેમાં બળદ ગાડુ દોડાવીને રેસ લગાવવામાં આવે છે. પરંપરામાં બે બળદ ગાડાની રેસ યોજાય છે. મહત્વની વાત તો એ છે કે, આ બળદગાડા ગામની શેરીઓમાંથી પસાર થાય છે, જ્યાં આજુબાજુ લોકોના ટોળા ઉભા રહેતા હોય છે. માતાજી પર શ્રદ્ધા રાખતા ગામના લોકો મોટી સંખ્યામાં આ પરંપરાની ઉજવણીમાં જોડાય છે, ત્યારે આ વર્ષે હથિયાઠાઠુ પરંપરાએ એક યુવકનો ભોગ લીધો છે. બળદગાડાની આગળ દોડી રહેલા 18 વર્ષના જયેશ પટેલ નામના યુવકનું મોત નિપજ્યું છે. યુવકના મોતથી ઉજવણીનો માહોલ શોકમાં ફેલાયો હતો. સમગ્ર ઉજવણી મામલે વીસનગર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે, અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જોકે, યુવકના મોત મામલે કોઈ ફરિયાદ દાખલ કરાઈ નથી. 

ઘટનાનો વીડિયો 
આ ઘટનાનો દિલધડક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ગામના યુવકો બળદગાડાની આગળ દોડી રહ્યા છે અને જયેશ પટેલ નામનો યુવક બળદ ગાડાની નીચે આવી જાય છે. 

સુરક્ષા વગર યોજાતી પરંપરા
આ પરંપરામાં જ્યાં ગામના ઘર પાસેથી બળદગાડા પસાર થાય છે, ત્યાં લોકોની સુરક્ષા માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી. તેમજ કોઈ ઈજાગ્રસ્ત થાય તે માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. ત્યારે આવામાં જો કોઈ ઘટના બને તો ઉહાપોહ મચી જાય છે. આ કારણે જ 18 વર્ષના આશાસ્પદ યુવાનનો ભોગ લેવાયો છે. પરંપરા અને શ્રદ્ધા એના સ્થાને છે, પણ જો તે જીવલેણ સાબિત થાય ત્યારે તેના પર પગલા લેવા જોઈએ. 

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં યોજાતી બળદોની જલીકટ્ટુ રમત રમાય છે, તે મામલે પણ પિટીશન દાખલ થઈ હતી. આ મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યો છે. ત્યારે તેનો પણ વિરોધ થયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news