ગુજરાત પર આવ્યું મોટું સંકટ : વરસાદ ગયો તો હવે કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવ્યો

Weather Update Today : ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે... ત્યારે આગામી દિવસોમાં ગુજરાતની સ્થિતિ કેવી રહેશે અને શું કહે છે આગાહી તેના પર એક નજર કરીએ

ગુજરાત પર આવ્યું મોટું સંકટ : વરસાદ ગયો તો હવે કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવ્યો

Gujarat Weather Forecast : આજથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. ડિસેમ્બરમાં નથી પડી તેવી ઠંડી હવે ફેબ્રુઆરી મહિનામાં અનુભવાશે. રાજ્યમાં ઠંડી પડવાની આગાહી કરી છે. આજથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે. આજથી પવનની ઝડપ 20થી 30 કિ.મી. પ્રતિ કલાકની રહેશે. આજથી ઠંડી વધતા તાપમાનનો પારો નીચે જશે. જોકે, એક વાતની રાહત છે કે, હાલ રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. પરંતું રાજ્યમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાના કેસ વધ્યા છે. અમદાવાદની સોલા સિવિલની ઓપીડીમાં અઠવાડિયાના 10 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે. સૌથી વધુ વાયરલ ઈન્ફેક્શનથી લોકો બીમાર પડી રહ્યા છે. 

હવામાન વિભાગે ભારતના 16 રાજ્યો માટે હળવાથી અતિભારે વરસાદની અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ શીત લહેરનું મોજું ફરી વળ્યું છે. હાલ સમગ્ર ગુજરાત જાણે ડિસેમ્બરની ઠંડી જેવો અનુભવ કરી રહ્યું છે. આજથી ત્રણ દિવસ ગુજરાતમાં કાતિલ ઠંડી રહેશે. ગુજરાતના અનેક શહોરોમાં ઠંડીનો પારો ગગડશે. તેમજ વાતાવરણમાં સુસવાટાભર્યાં ઠંડા પવનો પણ વધશે. જેથી લોકોને હવે ફરીથી સ્વેટર અને મોજા પહેરીને ફરવુ પડશે. 

અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે. 

આગાહી મુજબ, હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ પવનની દિશા જોઇએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. આવામાં ગુજરાતમાં ઠંડી પ્રસરી ગઈ છે. રાતે અને વહેલી સવારે લોકો ઠુઠવાઈ રહ્યાં છે. 

આગાહી મુજબ, આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પિશ્ચિમી વિક્ષેપ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે. એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news