ગરીબ મહિલાને ભગવાન મળ્યા, તબીબોએ પેટમાં થયેલી દોઢ કિલોની ગાંઠમાંથી મુક્તિ અપાવી

Anand News : આણંદની જનરલ હોસ્પિટલના તબીબોએ દોઢ કિલોથી વધુ મોટી ગાંઠનું સફળ ઓપરેશન કરી મહિલાને નવજીવન આપ્યુ 

ગરીબ મહિલાને ભગવાન મળ્યા, તબીબોએ પેટમાં થયેલી દોઢ કિલોની ગાંઠમાંથી મુક્તિ અપાવી

Operation બુરહાન પઠાણ/આણંદ : આણંદની જનરલ હોસ્પિટલમાં આવેલી ગરીબ પરિવારની મહિલાની દોઢ કિલોથી વધુ વજનની ગાંઠનું તબીબો દ્વારા ઓપરેશન કરી મહિલાને નવજીવન બક્ષ્યું હતું. સરકારી હોસ્પિટલમાં એક પણ પૈસાનાં ખર્ચ વિના આ ઓપરેશન થતા મહિલાનાં પરિવારજનો દ્વારા તબીબો અને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરવામાં આવી હતી.

મોગર ગામનાં મનિષાબેન દસરથસિંહ મહિડા નામની મહિલાને પેટનાં ભાગે સતત દુખાવો ઉપડતો હતો. સતત દુખાવો ઉપડતા તેઓ હોસ્પિટલ દોડ્યા હતા. આંકલાવની ખાનગી હોસ્પીટલમાં તપાસ કરાવતા મહિલાને ગાંઠ હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ બોરસદની ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવતા મહિલાને દોઢ કિલો વજનની મોટી ગાંઠ હોવાનું નિદાન થચું હતું. જેથી મહિલાનાં પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા મહિલાનાં ગાંઠની ઓપરેશનનાં ખર્ચ પેટે ઓપરેશન દવાઓ સાથે અંદાજે 50 હજારનો ખર્ચ હોવાનું જણાવ્યું હતું. જેથી મહિલાનો ગરીબ પરિવાર ચિંતામાં મુકાયો હતો અને આટલા પૈસા કયાંથી લાવવા અને ઓપરેશન કેવી રીતે થશે તેની ચિંતામાં કોરી ખાતી હતી

આ દરમિયાન મહિલાને આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સર્જન તબીબ ડૉ.યાત્રિક પંડયા અને ગાયનેક તબીબ ડૉ.મયુર ચૌહાણએ મહિલાની તપાસ હાથ ધરી હતી અને મહિલાને દર્દ મુકત કરવા માટે ગાંઠનું ઓપરેશન કરવાનું નક્કી કરાયું. નિષ્ણાત તબીબો દ્વારા ઓપરેશન હાથ ધરી સર્જન ડૉ.યાત્રિક પંડયાએ પોતાની કુનેહથી સફળ ઓપરેશન કરી દોઢ કિલો વજનની ગાંઠ કાઢી મહિલાને નવજીવન બક્ષ્યું હતું. મહિલાએ ઓપરેશન બાદ સ્વસ્થ થતા હોસ્પિટલનાં તબીબો અને રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો, અને પચાસ હજારનાં ખર્ચનાં બદલે નિશુલ્ક ઓપરેશન થતા જનરલ હોસ્પીટલની સેવાઓને બિરદાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news