ગીર સોમનાથમાં દારૂનો વરસાદ; લગ્ન પ્રસંગમાં જાહેરમાં યુવકો છાકટા બન્યા, એકબીજા પર દારૂના ફુવારા કર્યા

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોને જોતા ગુજરાતમાં ક્યાંય દારૂબંધી છે જ નહીં, રાજ્યમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પર જ છે તેવું લાગી રહ્યું છે. લગ્નપ્રસંગમાં એક ગુજરાતી સોંગ પર યુવાનો ડાન્સ કરી રહ્યા છે, જ્યારે અન્ય યુવાનો દારૂ પીને એક બીજા ઉપર છોળો ઉડાવી રહ્યા છે.

ગીર સોમનાથમાં દારૂનો વરસાદ; લગ્ન પ્રસંગમાં જાહેરમાં યુવકો છાકટા બન્યા, એકબીજા પર દારૂના ફુવારા કર્યા

ઝી ન્યૂઝ/ગીરસોમના: ગાંધીના ગુજરાતમાં ફરી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોતા કોઈ પણ માણસ વિદેશ અથવા તો કોઈ બીચનો હોય તેવું જણાય છે. પરંતુ આ વીડિયો ગુજરાતનો છે. ગીર સોમનાથમાં વરઘોડામાં યુવાનોએ દારૂનો વરસાદ કર્યો હતો. આ વીડિયો ક્યાંનો છે તેના વિશે ચોક્કસ માહિતી નથી પરંતુ વાયરલ વીડિયો ઉનાના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથમાં એક લગ્ન પ્રસંગમાં વરઘોડો નીકળ્યો હતો, જેમાં યુવાનોએ ગાંધીજીના ગુજરાતમાં દારૂની રેલમછેલ કરી નાંખી હતી. લગ્ન પ્રસંગના વરઘોડામાં જાહેર દારૂ પીવો ગુનો છે, તો અહીં તો યુવાનો દારૂની છોળો ઉડાવી રહ્યા છે. એક બાજુ વરઘોડામાં લોકો નાચી રહ્યા છે અને ઘણા યુવાનો દારૂના ફુવારા છોડી આનંદ ઉઠાવતો વિડિયો વાઇરલ થયો છે. આ વીડિયો ઉનાના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન છે. ZEE 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોને જોતા ગુજરાતમાં ક્યાંય દારૂબંધી છે જ નહીં, રાજ્યમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પર જ છે તેવું લાગી રહ્યું છે. લગ્નપ્રસંગમાં એક ગુજરાતી સોંગ પર યુવાનો ડાન્સ કરી રહ્યા છે, જ્યારે અન્ય યુવાનો દારૂ પીને એક બીજા ઉપર છોળો ઉડાવી રહ્યા છે. આ દ્રશ્ય જોતા સ્પષ્ટ લાગી રહ્યુ છે, કે આવા લોકોને કાયદાનો કોઇ ડર જ નથી.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ મોટી કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે વિજય કાંતિભાઈ સોલંકી અને રાણા દિલીપ સોલંકી નામના બે શખ્સોની શંકમદ તરીકે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. બીજી બાજુ ઉના તાલુકાના કાલાપણ ગામનો વીડિયો હોવાનું જાણવા મળ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news