સુરત નજીક નેશનલ હાઇવે પર ફૂલ સ્પીડે દોડતી પીક અપ ટ્રક સાથે અથડાઇને પલટી

નજીક મુંબઇ અમદાવાદ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચલથાણ પાસેથી પસાર થઇ રહેલા નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર રસ્તો ક્રોસ કરી રહેલા ટ્રકની પાછલ પિક અપ ગાડી ધડાકાભેર અથડાઇ હતી. બાદમાં પલટી મારી ગઇ હતી. જો કે અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક સહિત ફરાર થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ચલથાણ પ્રિન્સ કટ પાસે ટ્રક ચાલકે એકાએક હાઇવે ક્રોસ કરતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક સામેની સાઇડમાંથી અંદર રસ્તો ક્રોસ કરીને ધીરે ધીરે બીજી તરફના રોડ પર આવી રહ્યો હતો. 
સુરત નજીક નેશનલ હાઇવે પર ફૂલ સ્પીડે દોડતી પીક અપ ટ્રક સાથે અથડાઇને પલટી

સુરત : નજીક મુંબઇ અમદાવાદ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચલથાણ પાસેથી પસાર થઇ રહેલા નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર રસ્તો ક્રોસ કરી રહેલા ટ્રકની પાછલ પિક અપ ગાડી ધડાકાભેર અથડાઇ હતી. બાદમાં પલટી મારી ગઇ હતી. જો કે અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક સહિત ફરાર થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ચલથાણ પ્રિન્સ કટ પાસે ટ્રક ચાલકે એકાએક હાઇવે ક્રોસ કરતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક સામેની સાઇડમાંથી અંદર રસ્તો ક્રોસ કરીને ધીરે ધીરે બીજી તરફના રોડ પર આવી રહ્યો હતો. 

દરમિયાન ફૂલ સ્પીડે આવી રહેલ પીક અપ ગાડી ટ્રકના પાછળના ભાગમાં ઘુસી ગઇ હતી અને પલટી મારી હતી. જો કે ટ્રક ચાલક ત્યાંથી પોતાની રીતે ટ્રક લઇને ચાલતી પકડી હતી. સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો. પાછળથી પીક અપ ફૂલ સ્પીડે અથડાયા બાદ ટ્રક સામાન્ય હલ્યો હતો. જે પ્રકારનો અકસ્માત થયો તે જોતા ટ્રક પણ ખાસ્સો એવો ખસી જવો જોઇતો હતો. જો કે જે પ્રકારે ટ્રક સામાન્ય મચક્યો હતો તે જોતા ટ્રક ઓવરલોડ હોવાની આશંકા છે. 

જો કે ઘટના બાદ ટ્રક ડ્રાઇવર જાણે કાંઇ જ બન્યું ન હોય તે પ્રકારે ટ્રક આરામથી રસ્તો ક્રોસ કરાવીને તેને ચાલતી પકડી હતી. તેણે રસ્તા પર પલટી ગયેલી ગાડીમાં કોઇ ઘાયલ છે કે કેમ તેની મદદ કરવાનું પણ યોગ્ય સમજ્યું નહોતું. તે પોતાની રીતે ટ્રક લઇને ચાલતો થયો હતો. હાલ તો સમગ્ર મુદ્દે પોલીસે ટ્રક ચાલકની શોધખોળ આદરી છે. જ્યારે પીકઅપનાં ઘાયલ ડ્રાઇવરને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news