ભદ્રના દોષને કારણે આજે નથી બાંધી રાખડી, ગુરૂવારે પણ ધામધૂમથી ઉજવી શકશો રક્ષાબંધન

Raksha bandhan 2023: રક્ષાબંધન કરવામા હંમેશા  ભદ્રા વિષ્ટિ કરણ દોષ જોવાય  છે  કારણ ભદ્રા વિષ્ટિ કરણ  સમયે રાખડી બાંધવા ને અશુભ  માનવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ સુદ પૂર્ણિમાના રોજ મનાવવામાં આવે છે.

ભદ્રના દોષને કારણે આજે નથી બાંધી રાખડી, ગુરૂવારે પણ ધામધૂમથી ઉજવી શકશો રક્ષાબંધન

અમદાવાદઃ આ વર્ષે  રક્ષાબંધન ઉજવવા માં ઘણું અસમંજસ છે આ અંગે ઘણી જગ્યાએ એવું જાણવા મળે છે કે આ વર્ષે બે દિવસ રક્ષાબંધન કરી શકાશે  એટલે કે 30 ઓગષ્ટ બુધવાર  અને 31 ઓગષ્ટ ગુરુવાર ઘણી જગ્યા એ  એવું જાણવા મળે છે કે 30 ઓગસ્ટ બુધવારે રક્ષાબંધન કરવું જોઈએ  પરંતુ તે બંને  ભૂલ ભરેલું છે. જે અંગે સચોટ માહિતી આપતા ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાં રક્ષાબંધન બે દિવસ નહીં એક જ દિવસે કરવું જોઈએ. 

આપણે સૌ જેમ જાણીએ છીએ શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે રક્ષાબંધન તે મુજબ આ વર્ષે  શ્રાવણ સુદ  પૂર્ણિમા તિથિ  30 ઓગસ્ટની સવારે 10.58 વાગ્યાથી 31 ઓગસ્ટની સવારે 7.58 વાગ્યા સુધી રહેવાની  છે. આમ રક્ષાબંધન ની પૂનમ 30 ઓગસ્ટના રોજ સવારે 10.58 વાગ્યાથી 31 ઓગસ્ટના રોજ સવારે 7.58 વાગ્યા સુધીનો રહેશે એવું પહેલી નજરે માનવામાં આવે છે.  પરંતુ રક્ષાબંધન માં જે ભદ્રા વિષ્ટિ કરણ  દોષ  જોવાય છે તે  30 ઓગસ્ટના રોજ સવારે 10:58 વાગ્યે શરૂ થશે અને તે જ દિવસે રાત્રે 9:01 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે બહેનો રાત્રે 9 .01 વાગ્યાથી બીજે દિવસે સવારે 7.05 વાગ્યા સુધી રાખડી બાંધી શકશે  તેવું જણાવવામાં આવે છે પરંતુ  તે પણ અધૂરું અને ભૂલ ભરેલું છે.

કારણ 30 ઓગસ્ટ બુધવારે આખો દિવસ ભદ્રા વિષ્ટિ કરણ  દોષ છે જેને ધાર્મિક રીતે અશુભ માનવામાં આવે છે જેથી આ દિવસે રક્ષાબંધન ટાળવું જોઈએ.

 31 ઓગસ્ટ ગુરુવાર ના રોજ આખો દિવસ રક્ષાબંધન કરી શકાશે તેના મુખ્ય કારણો એવા છે કે આખો દિવસ ચોખ્ખો અને શુદ્ધ છે.  સવારે સૂર્યોદય સમયે 6-22 મિનિટે પૂર્ણિમા તિથિ છે. જેથી આખો દિવસ પૂનમ ગણાશે જેમાં  આખો દિવસ રક્ષાબંધન શકાશે. કેમકે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો જેવા કે અંબાજી ખેડબ્રહ્મા ડાકોર  અને બીજા ઘણા પ્રસિદ્ધ મંદિરોમાં પણ શ્રાવણ સુદ પૂર્ણિમા રક્ષાબંધન  31 ઓગસ્ટે જ ઉજવામાં આવનાર છે.  માટે કોઈપણ શંકા રાખ્યા વિના બહેન પોતાના ભાઈને 31 ઓગસ્ટ ગુરુવારના રોજ આખો દિવસ રાખડી બાંધી શકશે અને તે ખૂબ શુભ રહેશે .

બીજું જો આપને શુદ્ધ  રક્ષાબંધન ની પૂર્ણિમા તિથિ એ રક્ષા બંધન કરવું હોય તો  આજ દિવસે કરી શકાય અને આ દિવસ શુભ અને છે અને  દિવસ દરમિયાન ભદ્રા વિષ્ટિ કરણ નો કોઈ જ અશુભ દોષ નથી. 

ભદ્રા વિષ્ટિ અંગે પૌરાણિક માન્યતાઓ અનુસાર માનવામાં આવે છે કે શૂર્પણખાએ ભદ્રાવિષ્ટિ કાળમાં પોતાના ભાઈ રાવણને રાખડી બાંધી હતી. આનું પરિણામ એ આવ્યું કે રાવણ સહિત તેના  સમગ્ર કુળનો નાશ થયો. તેથી એવું માનવામાં આવે છે કે ભદ્રાકાળમાં રાખડી ન બાંધવી જોઈએ. એવી પણ માન્યતા છે કે ભદ્રાવિષ્ટિ કાળમાં રાખડી બાંધવાથી ભાઈનું આયુષ્ય ઓછું થઈ જાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધન પર ભદ્રા વિશે  જાણીએ તો  ભદ્રાને  શાસ્ત્રો અનુસાર સૂર્યની પુત્રી  માનવામાં આવે છે  જેને યમરાજ અને શનિદેવની બહેન ગણવામાં આવે છે. 

ભદ્રા અંગે આ જાણવું જરૂરી છે 
જ્યોતિષમાં રક્ષાબંધન સમયે ભદ્રાવિષ્ટી  ને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. રક્ષાબંધન પર ભદ્રા હોવાથી બહેનો રાખડી બાંધી શકતી નથી. ભદ્રાના સમયે જ્યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન, વૃશ્ચિક રાશિમાં સ્થિત હોય છે ત્યારે ભદ્રા સ્વર્ગમાં રહે છે.  જો ચંદ્ર કન્યા, તુલા, ધનુ, મકર રાશિમાં હોય તો ભદ્રા પાતાલમાં રહે છે અને જો ચંદ્ર કર્ક, સિંહ, કુંભ, મીન રાશિમાં હોય તો ભદ્રા પૃથ્વી પર રહે છે.

 શાસ્ત્રો અનુસાર ભદ્રાને  અશુભ માનવામાં આવે છે.  તિથિના પૂર્વાર્ધનો દિવસ ભદ્રા કહેવાય છે.  તિથિના ઉત્તરાર્ધની ભદ્રાને રાત્રિની ભદ્રા કહેવામાં આવે છે  જો દિવસની ભદ્રા રાત્રે આવે અને રાત્રિની ભદ્રા દિવસે આવે તો ભદ્રા શુભ માનવામાં આવે છે.

શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 30 ઓગસ્ટે છે. મોટાભાગે રક્ષાબંધન પર એવું બને છે કે ભદ્રાની અસર પડે અને ભાઈ-બહેનનો આ તહેવાર ખલેલ પહોંચે છે. આ વખતે પણ એવું છે કે રક્ષાબંધન પર ભદ્રાનો છાયો છે. તિથિ અને ભદ્રાના કારણે આ વખતે પણ 30 ઓગસ્ટ ના રોજ  નહિ ઉજવાય  આ વર્ષે  31 ઓગસ્ટે  રક્ષાબંધન  ઉજવવામાં આવશે જેમાં કોઈપણ શંકા કે સંશય રાખવાની જરૂરિયાત નથી

જાણીતા જ્યોતિષી ચેતન પટેલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news