Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી ગુજરાતની છ મહિલા ખેલાડીઓ માટે રાજ્ય સરકારે 10 લાખની સહાય જાહેર કરી
ગુજરાત રાજ્યના ઇતિહાસમાં 60 વર્ષમાં પ્રથમવાર ગુજરાતના ખેલાડીઓ વિશ્વ કક્ષાની રમત-ગમત સ્પર્ધા ઓલિમ્પિક રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પિક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે.
તા.23મી જુલાઇથી ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેઇમ્સ 2021માં ગુજરાતની એકસાથે ૬ નારીશક્તિ– મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની નારીશક્તિની સ્પોર્ટ્સ ક્ષેત્રે આ વૈશ્વિક સિધ્ધિને પ્રોત્સાહિત કરતા ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની છ દિકરીઓને પ્રત્યેકને રૂ. 10 લાખની નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતની આ છ દિકરીઓ જેમને પ્રત્યેકને આ 10 લાખ રૂપિયાની સહાય મળશે. તેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલિમ્પિક-પેરા ઓલિમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ છ પ્રતિભાવંત મહિલા ખેલાડીઓને દરેકને રૂ. ૧૦ લાખની નાણાકીય આપવા સાથે આગામી ટોક્યો ઓલિમ્પિક-પેરા ઓલિમ્પિકમાં આ દિકરીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ટોક્યો ઓલિમ્પિક -2020 રમતો આ વર્ષે તા.23મી જુલાઇ 2021થી તા. 8 ઓગસ્ટ સુધી અને પેરા ઓલમ્પિક રમતો તા. 24 ઓગસ્ટથી તા. 5 સપ્ટેમ્બર સુધી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે