ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIનો હોબાળો, મેડિકલ અને ડેન્ટલની પરીક્ષા રદ્દ કરવા કરી માંગ
અમદાવાદમાં ફરી એકવાર ઉચ્ચ શિક્ષણ શાખાની પરીક્ષા રદ કરવા માટે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા 2 જુલાઈથી શરૂ થઈ રહેલી મેડિકલ અને ડેન્ટલની પરીક્ષા રદ કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો છે.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદ: અમદાવાદમાં ફરી એકવાર ઉચ્ચ શિક્ષણ શાખાની પરીક્ષા રદ કરવા માટે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા 2 જુલાઈથી શરૂ થઈ રહેલી મેડિકલ અને ડેન્ટલની પરીક્ષા રદ કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ GTU ની 25 જૂનથી શરૂ થવાની હતી પરીક્ષા, જે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી મોકૂફ રખાઈ હતી.
એનએસયુઆઇ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કોરોનાનું સંકટ ઘટે ત્યારબાદ પરીક્ષા યોજવામાં આવે. NSUI દ્વારા નવરંગપુરા ખાતે સમર્પણ ફ્લેટ ખાતે GTUના કુલપતિ નવીન શેઠના ઘરે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જો કે તમામ કાર્યકર્તાઓની ગુજરાત યુનિવર્સિટી પોલીસે અટકાયત કરી લીધી હતી.
અત્રે નોંધનીય છે કે DGP શિવાનંદ ઝા પણ સમર્પણ ફ્લેટસમાં રહે છે. NSUI ના વિરોધના પગલે સમર્પણ ટાવરના મુખ્ય દરવાજા પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. NSUIની દ્વારા GTU જુલાઈ મહિનામાં જે પરીક્ષા લેવા માંગે છે તેને રદ્દ કરે તેવી માગ કરાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે