હવે ધોરણ-10ના વિદ્યાર્થીઓને ગણિતના પેપરમાં મળશે બે વિકલ્પ, ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં ગણિતના પેપરમાં બે પ્રશ્નપત્રનો વિકલ્પ આપવાનો નિર્ણય કરાયો છે.

હવે ધોરણ-10ના વિદ્યાર્થીઓને ગણિતના પેપરમાં મળશે બે વિકલ્પ, ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય

અતુલ તિવારી, અમદાવાદઃ રાજ્ય શિક્ષણ બોર્ડે નવા શૈક્ષણિક સત્ર 2021-2022માં નવી સિક્ષણ નીતિ પ્રમાણે ધોરણ-10ના ગણિત વિષયના પેપરમાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવે નવા  શૈક્ષણિક વર્ષ 2021 -22 ગણિત વિષયના પેપરમાં બે વિકલ્પ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની પસંદગી પ્રમામે કોઈપણ એક પેપરનો વિકલ્પ પસંદ કરી શકશે. 

વિદ્યાર્થીઓને ગણિતના પેપરમાં મળશે બે વિકલ્પ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં ગણિતના પેપરમાં બે પ્રશ્નપત્રનો વિકલ્પ આપવાનો નિર્ણય કરાયો છે. જે મુજબ વિદ્યાર્થીઓને મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટિક્સ બેઝિક એમ બે અલગ અલગ પ્રશ્નપત્રના વિકલ્પ આપવામાં આવશે. 

વિદ્યાર્થીઓ કરી શકશે પસંદગી
વિદ્યાર્થીએ કયું પેપર આપવું એ અંગેની પસંદગી બોર્ડનું ફોર્મ ભરતી સમયે કરવાની રહેશે. મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટિક્સ બેઝિક પેપરમાં ગુણભાર, પ્રશ્નોના પ્રકાર અલગ અલગ પ્રકારે પુછાશે. ગણિતનું પાઠ્યપુસ્તક તમામ માટે એકસમાન રહેશે. શૈક્ષણિક પદ્ધતિમાં કોઈ ફેરફાર કરાશે નહીં.

કેમ વિદ્યાર્થીઓને અપાયો આ વિકલ્પ
ગણિત સ્ટાન્ડર્ડ રાખશેએ વિદ્યાર્થી ધોરણ 11માં સાયન્સ અથવા કોમર્સમાં પ્રવેશ મેળવી શખશે. ગણિત બેઝિક લેનાર વિદ્યાર્થી ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવી શકશે નહીં. 10માં બેઝિક પરીક્ષા પાસ કરનાર સાયન્સ લેવા માગે તો જુલાઈમાં પૂરક પરીક્ષા ગણિત સ્ટાન્ડર્ડની પાસ કરી સાયન્સમાં પ્રવેશ લઈ શકશે.

જો કોઈ વિદ્યાર્થી ગણિત સ્ટાન્ડર્ડમાં નાપાસ થાય તો પૂરક પરીક્ષા ગણિત બેઝિક કે સ્ટાન્ડર્ડની પસંદગી કરી આપી શકશે. આ પ્રકારે વિકલ્પ માત્ર ધોરણ 10 માટે અપાશે, ધોરણ 9 માટે આવો કોઈ વિકપ આપી શકાશે નહીં. જે વિદ્યાર્થીઓ ધોરણ 10 બાદ સાયન્સ લેવા માગતા નથી એવા વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે એ માટે નિયમોમાં નવી શિક્ષણનીતિ 2020 ના નિયમો હેઠળવ આ ફેરફાર કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news