મહેમદાબાદમાં માનવતાને શર્મસાર કરતી ઘટના, કુખ્યાત બુટલેગર વિનોદ ડગરીએ પોતાની દીકરી પર કર્યો બળાત્કાર
2009માં અમદાવાદમાં થયેલ લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી વિનોદ ડગરીએ પોતાની દીકરી લગ્ન પ્રસંગે પિયર આવી હતી, ત્યારે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
Trending Photos
ખેડાઃ ખેડાના મહેમદાબાદમાં પિતા-પુત્રીના સંબંધોને શર્મસાર કરતી ઘટના બની છે. અહીં કુખ્યાત બુટલેગર વિનોદ ઉર્ફે ડગરીએ પોતાની દીકરી પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગયો છે. મહેમદાબાદના નાગરપુરામાં રહેતા વિનોદે પોતાની દીકરી પર બળાત્કાર કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિનોદ ડગરી કુખ્યાત બુટલેગર છે.
પિયરમાં આવેલી દીકરી પર ગુજાર્યો બળાત્કાર
2009માં અમદાવાદમાં થયેલ લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી વિનોદ ડગરીએ પોતાની દીકરી લગ્ન પ્રસંગે પિયર આવી હતી, ત્યારે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. મહત્વનું છે કે વિનોદ આ પહેલા પણ પોતાની પુત્રી સાથે બળાત્કાર કરી ચુક્યો છે અને તે જેલની સજા ભોગવી ચુક્યો છે. ત્યારબાદ જામીન પર છૂટી ફરી દીકરી પર બળાત્કાર કર્યો છે.
આ પણ વાંચોઃ હવે બનાસકાંઠામાં પાણીની અછત થશે દૂર, બનાસ ડેરીએ 111 અમૃત તળાવ બનાવવાનું કાર્ય શરૂ કર્યું
દીકરીને ધમકી આપી
વિનોદે પોતાની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. તો તેના પતિને પણ મારી નાખવાની ધમકી આપી હતી. વિનોદ ડગરીનો ઈતિહાસ ગુનાઓથી ભરેલો રહ્યો છે. તે બુટલેગર છે. આ પહેલા પણ પોતાની દીકરી પર બળાત્કારના ગુનામાં જેલમાં જઈ ચુક્યો છે. હાલ તો મહેમદાબાદ પોલીસે આ મુદ્દે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે