ઉત્તરાયણના બન્ને દિવસે કોઈ પણ ફલાયઓવર બ્રિજ પર નીકળ્યા તો ભરાશો, ટુ વ્હીલર ચાલકો માટે બંધ

ઉત્તરાયણના તહેવારને ધ્યાને રાખીને સુરત પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉત્તરાયણના પર્વ પર નદી પરના બ્રિજ સિવાય તમામ બ્રિજ ટુ વ્હીલર ચાલકો માટે બંધ રહેશે. ફક્ત સેફટી ગાર્ડ લગાડનાર વાહનચાલકોને જ મુક્તિ અપાઈ છે.

ઉત્તરાયણના બન્ને દિવસે કોઈ પણ ફલાયઓવર બ્રિજ પર નીકળ્યા તો ભરાશો, ટુ વ્હીલર ચાલકો માટે બંધ

ઝી બ્યુરો/સુરત: ઉત્તરાયણના તહેવારની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ તહેવાર કોઈના માટે જિંદગીનો છેલ્લો તહેવાર ના બને તેની ખાસ કાળજી લેવામાં આવે છે. તેવામાં ઉત્તરાયણના તહેવાર પર અકસ્માતના બનાવમાં વધારો થાય છે. ત્યારે આ અકસ્માત નિવારવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં લોકોની સલામતી અને સુરક્ષાને લઈ જાહેરનામું બહાર પડાયું છે. પતંગના ધારદાર દોરાના કારણે બનતી અકસ્માતની ઘટના અટકાવવા પ્રયાસ કરવાના ભાગરૂપે જ 14 થી 15 જાન્યુઆરી સુધી ફ્લાયઓવર બ્રિજ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

ઉત્તરાયણના તહેવારને ધ્યાને રાખીને સુરત પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉત્તરાયણના પર્વ પર નદી પરના બ્રિજ સિવાય તમામ બ્રિજ ટુ વ્હીલર ચાલકો માટે બંધ રહેશે. ફક્ત સેફટી ગાર્ડ લગાડનાર વાહનચાલકોને જ મુક્તિ અપાઈ છે. આ જાહેરનામાનો અમલ 14 અને 15 જાન્યુઆરી એમ બે દિવસ કરવાનો રહેશે. તો તુક્કલ ખરીદવા અને ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ શખ્સ ચાઈનીઝ ટુક્કલ વેચતો પકડાશે તો કડક કાર્યવાહી કરાશે.

તમામ ફ્લાયઓવર બ્રિજ પર પ્રતિબંધ
તાપી નદીના ઓવરબ્રિજ સિવાયના તમામ ઓવરબ્રિજ પર ટુ વ્હીલરના વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે. વધુમાં સેફટી ગાર્ડ લગાવેલા ટુવ્હીલર પર કોઈ પ્રતિબંધ લાગુ પડશે નહિં અને જો આ જાહેરનામાના ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, ટુ- વ્હીલર ચાલકે સેફટી સળીયો લગાવ્યો હશે, તેમને જ જવા દેવામાં આવશે. ત્યારે વાહનચાલકોને રોકવા આ દિવસે ઓવરબ્રિજના નાકે ચુસ્ત પોલીસ બંદોબસ પણ તૈનાત રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news