‘અદાણીને અમદાવાદ એરપોર્ટ સોંપતા પહેલા બાકી રહેતો કરોડોનો ટેક્સ ભરો...’ AMCની નોટિસ

‘અદાણીને અમદાવાદ એરપોર્ટ સોંપતા પહેલા બાકી રહેતો કરોડોનો ટેક્સ ભરો...’ AMCની નોટિસ
  • અદાણી ગ્રુપને પીપીપી ધોરણે ચલાવવા એરપોર્ટ અપાય તે પહેલાં સર્વિસચાર્જ અને પ્રોપર્ટી ટેક્સ ભરી દેવા જણાવાયું.
  • 2011થી સર્વિસ ચાર્જ - પ્રોપર્ટી ટેક્સની રકમ ચઢી ગઇ છે. જે રૂ. 22.56 કરોડને આંબી ગઇ છે

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના પ્રોપર્ટી ટેક્સ ખાતા દ્વારા એરપોર્ટ ઓથોરિટી (ahmedabad airport) ને ટેક્સ પેઠે બાકી નીકળતા રૂ. 19.81 કરોડની રકમ તાકિદે ભરી દેવા નોટિસ ફટકારાઇ છે. આ નાણાં સમયસર ભરવામાં નહિ આવે તો એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર સહિતની ઓફિસો સીલ કરવાની અને આગળ જતાં જપ્ત કરવાની ચેતવણી આપવામાં આવી છે, જેમાં અદાણી ગ્રુપ (adani group) ને પીપીપી ધોરણે ચલાવવા એરપોર્ટ અપાય તે પહેલાં સર્વિસચાર્જ અને પ્રોપર્ટી ટેક્સ (property tax) ભરી દેવા જણાવાયું છે. આ નોટિસ મળતા જ એરપોર્ટ ઓથોરિટી તંત્ર દોડતું થયું છે.

આ પણ વાંચો : સુરતના માથાભારે અશરફ નાગારીને કરાયો તડીપાર

ઉલ્લેખનીય છે કે, 2011થી સર્વિસ ચાર્જ - પ્રોપર્ટી ટેક્સની રકમ ચઢી ગઇ છે. જે રૂ. 22.56 કરોડને આંબી ગઇ છે. વચ્ચે એરપોર્ટ ઓથોરિટીએ આ પૈકી રૂ.2.75 કરોડની રકમ ભરી દીધી હોવાથી હાલ રૂપિયા 19.81 કરોડ લેવાના નીકળે છે. 

ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ એરપોર્ટના જમીનના સર્વે નંબરો પૈકી કેટલાંક નંબરો કેન્ટોનમેન્ટ ઓથોરિટીના છે, જ્યારે અન્ય સર્વે નંબરો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના છે. કેન્દ્ર સરકાર વતી કચેરીઓ પાસેથી લેવાના થતા પ્રોપર્ટી ટેક્સના માટે સર્વિસ ચાર્જ શબ્દ વપરાય છે અને તે માટેનું ફેક્ટર પણ અલગ જ છે.

આ પણ વાંચો : અમદાવાદ શહેર કોંગ્રેસમાં કકળાટ શરૂ, પૂર્વ પ્રમુખ દિનેશ શર્મા લડતના મૂડમાં મેદાનમાં ઉતર્યાં 

બીજી તરફ ઇન્ટરનેશનલ એરપોર્ટ પીપીપી ધોરણે ચલાવવા ટૂંકમાં જ અદાણી ગ્રુપને સોંપી દેવામાં આવનાર છે. આ સંદર્ભમાં મ્યુનિસિપલ તંત્રએ નોટિસમાં જણાવ્યું છે કે, તમે આ બાકી નીકળતા નાણાં ભરી દો અથવા અદાણીને એરપોર્ટની સોંપણી વખતે અન્ડર ટેકીંગ આપો કે તેઓ બાકી નીકળતી ટેક્સની રકમ ભરી દેશે. આમ નહીં કરો તો પછી મ્યુનિસિપલ તંત્રએ જીપીએમસી એક્ટ હેઠળ આગળના પગલાં લેવાની ફરજ પડશે.

ઉપરાંત 2010માં આકારણી થઇ હતી. ત્યારબાદ 2011થી કોઇએ એરપોર્ટ ઓથોરિટી સમક્ષ કડક ઉઘરાણી કરી ના હતી, જેના કારણે સર્વિસ ચાર્જની રકમ વધીને રૂ.22.56 કરોડ પહોંચી ગઇ હતી. આ સંદર્ભમાં amc અધિકારીઓની અગાઉ 19-11-2019માં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે એક મીટીંગ પણ યોજાઇ હતી. જો કે હવે એરપોર્ટનું પીપીપી ધોરણે આપવાનું નક્કી થયું હોવાથી ટેક્સ ખાતું ફરી દોડતું થયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news