હેંમત ચૌહાણના ચોંકાવનારા વીડિયો બાદ ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં જીતુ વાઘાણી ગાયબ રહ્યાં

ભાજપના સદસ્યતા અભિયાનનો રંગેચંગે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના અનેક કલાકારો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે આજે ઉત્તર ગુજરાતના કલાકારો ભાજપમાં જોડાયા હતા. પરંતુ હેમંત ચૌહાણના ચોંકાવનારા વીડિયો બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કાર્યક્રમમાં ક્યાંય દેખાયા ન હતા. 
હેંમત ચૌહાણના ચોંકાવનારા વીડિયો બાદ ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં જીતુ વાઘાણી ગાયબ રહ્યાં

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ભાજપના સદસ્યતા અભિયાનનો રંગેચંગે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના અનેક કલાકારો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે આજે ઉત્તર ગુજરાતના કલાકારો ભાજપમાં જોડાયા હતા. પરંતુ હેમંત ચૌહાણના ચોંકાવનારા વીડિયો બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કાર્યક્રમમાં ક્યાંય દેખાયા ન હતા. 

ભાજપનો ખેસ પહેર્યાંના 24 કલાકમાં ગાયક હેમંત ચૌહાણનો યુ ટર્ન, કહ્યું-હું તો અભિનંદન આપવા ગયો હતો

હેમંત ચૌહાણના વીડિયો અંગે ખુલાસો કર્યો
પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા ભરત પંડ્યાએ હેમંત ચૌહાણના વાઈરલ વીડિયો અંગે ભાજપનો બચાવ કરતા કહ્યું કે, જીતુ વાઘાણી અહીં જ હાજર છે. પણ મિટિંગમાં હોવાથી પ્રેસમાં નથી આવ્યા. ઉત્તર ગુજરાતના કલાકારો હોવાથી મહામંત્રી કે. સી. પટેલની હાજરીમાં કલાકારો સાથે જોડાયા છે. તેમણે હેમંત ચૌહાણ મુદ્દે કહ્યું કે, તેઓ પોતાની મરજીથી આવ્યા હતા, તેમણે મીડિયા સમક્ષ ભાજપમાં જોડવાની વાત કરી હતી. ખબર નહીં કયા દબાણથી તેઓ હવે ના પાડી રહ્યા છે. ભાજપ સાથે ઘણા નામાંકિત ચહેરાઓ જોડાઈ રહ્યા છે. દેશ ભક્તિની વિચારધારા સાથે ભાજપ ચાલે છે અને એટલે લોકો ભાજપમાં જોડાય છે. કદાચ એમને એવું હશે કે ભાજપમાં જોડાવું એટલે ચૂંટણી લડવી. હેમંતભાઈ ભાજપ સાથે જોડાયા છે. એક વિચારધારા સાથે જોડાયા છે. એ રાજકારણના સંદર્ભ સાથે ન જોડાવાની વાત કરી છે. આ વીડિયો આવ્યા બાદ હેમંત ચૌહાણ સાથે કોઈ વાત થઈ નથી.

જીતુ વાઘાણી રહ્યાં ગેરહાજર
કમલમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહેવાના હતા. પરંતુ ગાયક હેમંત ચૌહાણનો વીડિય વાઈરલ થયા બાદ તેઓ કાર્યક્રમ તથા પ્રેસ કોન્ફરન્સની દૂર રહ્યા હતા. કાર્યક્રમમાં ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા અને મહામંત્રી કે.સી પટેલ હાજર રહ્યા હતા. 

કયા કયા કલાકારો જોડાયા 
આજે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે વધુ કલાકારોના જોડાયા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આજે ઉત્તર ગુજરાતના કલાકારો ભાજપમાં જોડાયા હતા. જેમાં ગાયક વિનય નાયક, રિદ્ધી વ્યાસ, ગાયક પ્રકાશ બારોટ, અભિનેતા ઈશ્વર સમીકર, લોકગાયક પૂનમબેન પટેલ, અભિનેતા રાહુલ આંજણા, ગાયક અક્ષય બારોટ, ધવલ નાયક જેવી લોકસ સંગીત અને ફિલ્મ જગતની હસ્તીઓ ભાજપમાં જોડાઈ હતી. ભાજપનો ખેસ પહેરીનું તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયક વિનય નાયકે કહ્યું કે, ભાજપે અમને આમંત્રણ આપ્યું તે માટે આભાર વ્યક્ત કરુ છું. કાશ્મીરમાં કલમ 370 અને 35-એ હટાવીને જે પહેલ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કરી તેનાથી પ્રેરાઈને ભાજપમાં જોડાયો છું. આજથી ભાજપમાં જોડાયો છું અને આ ખેસ ભારતની સંસ્કૃતિનું આ ઘરેણું છે. ભાજપમાં કાર્યકર તરીકે જોડાઉ છું. તો બીજી તરફ, કલાકાર રિદ્ધિ વ્યાસે કહ્યું કે, ભાજપમાં જોડાવાનો મોકો મળ્યો એ ગૌરવની વાત છે. વર્ષોથી લોકોનું જે સપનું હતું તે પીએમ મોદીએ પૂર્ણ કર્યું છે અને તે માટે જ ભાજપમાં જોડાયા છીએ.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news