કુદરતી આફતોમાં ગુજરાત સરકાર સહાયના નામે ફદિયું પકડાવે છે તે હવે નહિ ચાલે, ટૂંક સમયમા લેવાશે મોટો નિર્ણય
Cyclone Help : છાશવારે આવતા વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના લોકોને મોટી નુકસાની વેઠવી પડે છે, આવામાં હવે જો વાવાઝોડું આવ્યું તો સરકાર વધુ વળતર ચૂકવશે
Trending Photos
Gujarat Cyclone : ગુજરાતમાં કુદરતી આફતો પછી અપાતી સહાયમાં રાજ્ય સરકાર બમણો વધારો કરવા જઇ રહી છે. મળતી વિગતો પ્રમાણે કેન્દ્રના ધોરણે હવે રાજ્ય પણ આ સહાય ચૂકવશે. ટૂંક સમયમાં સરકાર તેનો નિર્ણય જાહેર કરે તેવી સંભાવના છે. રાજ્યમાં કુદરતી આફતો જેવી કે ભૂકંપ, પૂર, અતિવૃષ્ટી, વાવાઝોડું આવે ત્યારે ઘર, ઘરવખરી, પાક અને જાન- માલને નુકશાન થાય છે. આ સંજોગોમાં અસરગ્રસ્તોને મળતી સહાયમાં બમણો વધારો કરાશે.
કુદરતી આફતોમાં થતાં મૃત્યુમાં મળતી સહાય સિવાયની રાહતોમાં 100 ટકાનો વધારો કરાશે. આમ સરકારના આ નિર્ણયને પગલે ગુજરાતીઓને સૌથી મોટી રાહત થવાની સંભાવના છે. રાજ્યના ખેડૂતોને સૌથી વધારે નુક્સાન એ વરસાદ અને અતિવૃષ્ટિથી થાય છે. જેમાં સહાયના નામે સરકાર ફદિયું પકડાવે છે. હવે સહાયમાં વધારો કરવાના નિર્ણયને પગલે ખેડૂતોને સૌથી મોટી રાહત થશે.
આ પણ વાંચો :
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દરિયાકિનારાનો વિસ્તાર છે અને અનેકવાર વાવાઝોડા ફૂંકાતા હોય છે. દેશમાં સૌથી મોટો દરિયાકિનારો ગુજરાત પાસે છે, ત્યારે આ ખતરો સતત મંડરાતો રહે છે. તાજેતરમાં આવેલા ગુજરાતમાં તોકતેએ સૌથી વધારે નુક્સાન પહોંચાડ્યું હતું. તો આ પહેલા પણ અનેક વાવાઝોડા ગુજરાતને ધમરોળી ચૂક્યા છે. જેમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ પાયમાલ થઈ ગયા હતા. હવે રાહતમાં વધારો કરવાના નિર્ણયને પગલે નુક્સાનીનો ભોગ બનેલા લોકો માટે આ રાહતના સમાચાર છે. જોકે, કેટલી સહાય ચૂકવાશે એ મામલે હજુ નિર્ણયો લેવાયા નથી પણ આ મામલે નવા ધારા ધોરણો ટૂંક જ સમયમાં જાહેર થશે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે