સહારાના રણ જેવું ઉકળશે ગુજરાત, ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીની ભયંકર આગાહી આવી ગઈ

Gujarat Weather Forecast: પવનની દિશા બદલાતા આગામી 4 દિવસ હજુ ગરમીનું જોર રહેશે.....ફેબ્રુઆરી ગરમીએ તોડ્યો 6 વર્ષનો રેકોર્ડ.....ભુજમાં 37 ડિગ્રી તો અમદાવાદમાં 36 ડિગ્રીએ પહોંચ્યો પારો..

સહારાના રણ જેવું ઉકળશે ગુજરાત, ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીની ભયંકર આગાહી આવી ગઈ

Gujarat Weather Forecast: શિયાળા બાદ હવે ઉનાળો પણ આકરો બની રહેવાનો છે. આ વર્ષે ઉનાળો ગરમીના તમામ રેકોર્ડ તોડશે તેવી આગાહી કરવામા આવી છે. ઉનાળા માટે એપ્રિલ સુધી રાહ જોવાની જરૂર નહિ પડે, ફેબ્રુઆરીમાં જ કાળઝાળ તડકાનો અનુભવ થઈ જશે. હવામાન વિભાગે આગાહી કરીને જણાવી દીધું કે, આ વર્ષે ગરમીનો પારો પાછલા વર્ષોનો રેકોર્ડ તોડશે. 

આજથી આગામી પાંચ દિવસ કેવા જશે તેને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવે તાપમાન કેવુ રહેશે તે વિશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક વીજીન લાલ જણાવે છે કે, ફેબ્રુઆરી મહિનાના 15 દિવસ બાદ જ તાપમાનનો પારો ઊંચો ચઢતા ગરમીનો અનુભવ થશે. આ વર્ષે ગરમીનો પારો પાછલા વર્ષોનો રેકોર્ડ તોડશે. 

આ પણ વાંચો : 

આજના તાપમાનની વાત કરીએ તો, ભૂજમાં આજે સૌથી વધુ 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જે ફેબ્રુઆરી મહિનામાં પાછલા વર્ષની સરખામણી કરતા વધુ છે. ગત વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. પાછલા 5-6 વર્ષની સરખામણીએ આ વર્ષે ગરમી વધુ અનુભવાઈ રહી છે. આજે અમદાવાદનું તાપમાન 35-36 ડિગ્રી અને ગાંધીનગરમાં 33-34 ડિગ્રી તાપમાન રહ્યું છે. 

આ વિશે તેમણે કહ્યું કે, હાલમાં પવન ન ફુંકાતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે ગરમી લાગે છે અને રાતે ઠંડી લાગે છે. દિવસે ગરમી લાગવાની શરૂઆત થઈ ગઈ છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news