અમદાવાદમાં રહેવાના અરમાન હોય તો જાણી લેજો કે અહી હવામાં ઝેર છે : રિપોર્ટમાં ખુલાસો

Ahmedabad Air Quality Index : અમદાવાદમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. પરંતુ અમદાવાદના વિવિધ વિસ્તારો પર નજર કરીએ તો ત્યાં પણ શ્વાસ લેવા જેવી સ્થિતિ નથી. પોશ કહેવાતા વિસ્તારોની હાલત અત્યંત ખરાબ 

અમદાવાદમાં રહેવાના અરમાન હોય તો જાણી લેજો કે અહી હવામાં ઝેર છે : રિપોર્ટમાં ખુલાસો

Ahmedabad Air Pollution : અમદાવાદમાં રહેવાના અરમાન હોય તો પહેલા આ રિપોર્ટ પર ખાસ નજર કરી લેજો. કારણ કે, તમે અમદાવાદમાં રહીને મોતને જલ્દી આમંત્રણ આપી રહ્યા છો. અમદાવાદ  શહેરમાં પ્રદુષણનું સ્તર જોખમી સ્થિતિએ પહોંચીગ યુ છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારો કરતા પૂર્વ વિસ્તારમાં પ્રદુષણનું સ્તર વધુ પ્રદુષિત છે. ત્યારે કહી શકાય કે અમદાવાદની હવામાં ઝેર ભળ્યું છે. અમદાવાદમાં હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ચિંતાજનક સપાટીએ પર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરનું AQI 232 પર પહોંચવું એ હવામાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્થિતિમાં પહોંચ્યું એવું દર્શાવી રહ્યું છે. 

સમગ્ર રાજ્ય અને અમદાવાદ (Ahmedabad) શહેરમાં એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો સાથે સાથે અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 232 પર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરનું AQI 232 પર પહોંચવું એ હવામાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્થિતિમાં પહોંચ્યું એવું દર્શાવી રહ્યું છે. અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા અનેક વિસ્તારો એવા છે, જ્યાંની હવામાં પણ પ્રદૂષણ (pollution) નુ સ્તર ઉચ્ચતમ લેવલે દેખાયુ છે. જે બતાવે છે કે અમદાવાદમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. પરંતુ અમદાવાદના વિવિધ વિસ્તારો પર નજર કરીએ તો ત્યાં પણ શ્વાસ લેવા જેવી સ્થિતિ નથી. પોશ કહેવાતા વિસ્તારોની હાલત અત્યંત ખરાબ છે.

અમદાવાદનું સરેરાશ PM 2.5 નું AQI 232
સૌથી વધુ પ્રદુષણ પીરાણામાં PM 2.5 નું AQI 343
રાયખડમાં PM 2.5 નું AQI 239
નવરંગપુરા અને ચાંદખેડામાં AQI 252
બોપલમાં AQI
ગિફ્ટ સિટીમાં 159 AQI નોંધાયું

સામાન્ય રીતે 200 થી ઉપર AQI નો આંકડો જતા પ્રદુષણની poor સ્થિતિ નિર્દેશ કરે છે. જ્યારે પીરાણામાં 300 થી ઉપર AQI નોંધાતા પ્રદુષણની VERY POOR ની સ્થિતિ પર આવી ઉભી રહી છે. પ્રદૂષણનું આ સ્તર બતાવે છે કે અમદાવાદની હવામાં ઝેર ભળ્યુ છે, જે લોકોના આરોગ્ય માટે હાનિકારક છે. શિયાળામાં ધૂળના રજકણ હવામાં જલ્દી નીચે બેસે છે. આ ઉપરાંત વાહનોનો ઝેરી ધુમાડો પણ હવામાં ભળે છે. આ બંને પરિબળથી વિઝિબિલિટી ઘટવા સાથે હવાનું પ્રદૂષણ વધે છે. 

ગુજરાતના ચાર શહેરો ઓકી રહ્યા છે ઝેરી હવા
ગુજરાતની હવા શ્વાસ લેવા જેવી હવે રહી નથી. ગુજરાતની હવામાં ઝેર ફેલાયું છે તેવુ કહી શકાય. તમે ઝેરનો શ્વાસ લો છો તેવુ સાબિત કરતો આંકડો સામે આવ્યો છે. મહાનગરોમાં હવાની બગડતી જતી ગુણવત્તાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો હતો. જેમાં ગુજરાતની એર કવોલિટીનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ગુજરાતના ચાર શહેરોના હવા સૌથી વધુ પ્રદૂષિત બની છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની હવા સૌથી વધુ પ્રદૂષિત છે. વડોદરામાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 121 નોંધાયો છે. તો રાજકોટમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 115 નોંધાયો. આ બાજુ અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 113 છે. તો સુરતમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 100 નોંધાયો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, ફોરેસ્ટ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના આંકડામાં ખુલાસો થયો છે. 

કેન્દ્ર સરકારના પર્યાવરણ, ફોરેસ્ટ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના રિપોર્ટ અનુસાર, 2020-21માં અમદાવાદમાં 120, રાજકોટમાં 94, સુરતમાં 93 અને વડોદરામાં 95 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. પરંતુ 2021-22ના સમયમાં અમદાવાદમાં 113, રાજકોટમાં 116, સુરતમાં 100 અને વડોદરામાં 121 એર ક્વોલિટી ઈન્ડેક્સ જોવા મળ્યો. આમ ગત વર્ષની સરખામણીમાં પ્રદૂષણનું પ્રમાણ આ ચાર મોટા શહેરોમાં વધ્યું છે. પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે નાણાં કમિશન ગ્રાન્ટ ફાળવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news