LRD વિવાદ: બિન અનામત વર્ગના આગેવાનોની સરકાર સાથે બેઠક પૂર્ણ, પણ ગૂંચવાડો હજુ પણ યથાવત
LRD ભરતીમાં 1-8-18નાં પરિપત્રનાં કારણે ભારે વિવાદ પેદા થયો છે. હાલ આ લડાઇ અનામત અને બિન અનામત વર્ગ વચ્ચે વિગ્રહનો મુદ્દો બન્યો છે. 64 દિવસનાં ઉપવાસ બાદ આખરે અનામત વર્ગની મહિલાઓને અન્યાય નહી થાય તેવી હૈયાધારણા સરકાર દ્વારા આપવામાં આવી છે. જો કે હવે સરકારનાં આ નિર્ણય બાદ સવર્ણ વર્ગની મહિલાઓ ઉપવાસ પર બેસી ગઇ છે. બ્રહ્મ સમાજ, રાજપુત સમાજ પાટીદાર સમાજનાં આગેવાનો દ્વારા સમગ્ર મુદ્દે દબાણ કરવામાં આવતા આખરે સરકાર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી.
Trending Photos
ગાંધીનગર : LRD ભરતીમાં 1-8-18નાં પરિપત્રનાં કારણે ભારે વિવાદ પેદા થયો છે. હાલ આ લડાઇ અનામત અને બિન અનામત વર્ગ વચ્ચે વિગ્રહનો મુદ્દો બન્યો છે. 64 દિવસનાં ઉપવાસ બાદ આખરે અનામત વર્ગની મહિલાઓને અન્યાય નહી થાય તેવી હૈયાધારણા સરકાર દ્વારા આપવામાં આવી છે. જો કે હવે સરકારનાં આ નિર્ણય બાદ સવર્ણ વર્ગની મહિલાઓ ઉપવાસ પર બેસી ગઇ છે. બ્રહ્મ સમાજ, રાજપુત સમાજ પાટીદાર સમાજનાં આગેવાનો દ્વારા સમગ્ર મુદ્દે દબાણ કરવામાં આવતા આખરે સરકાર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી.
અમદાવાદ: મોટેરા સ્ટેડિયમ નજીકથી વિશાળ ખાડો મળી આવતા તંત્ર દોડતું થયું !
આ બેઠકમાં અને વિવાદનો ઉકેલ લાવવાની જવાબદાર નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઇ પટેલ અને કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાને સોંપવામાં આવી છે. આ બેઠકમાં તમામ સવર્ણ વર્ગનાં આગેવાનો હાજર છે. આ બેઠકમાં આ વિવાદિત મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કે હાલ તો આ સમગ્ર મુદ્દે બેઠલ ચાલી રહી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બેઠકમાં જતા પહેલા આ સમગ્ર મુદ્દાનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવશે તેવી હૈયાધારણા સાથે બેઠકમાં ગયા હતા. આ ઉપરાંત સવર્ણ સમાજનાં મોટા ભાગનાં આગેવાનોએ પણ આ બેઠક સકારાત્મક રીતે પાર પડશે તેવું જણાવ્યું હતું.
વડોદરા: લાખો રૂપિયા ફી ઉઘરાવતી બ્રાઇટ ડે સ્કુલમાં વિદ્યાર્થીનાં માથામાં પંખો પડ્યો
સવર્ણ વર્ગનાં તમામ નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પ્રદિપસિંહ જાડેજા, ઉપરાંત પાટીદાર નેતાઓ, વિવિધ ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ મીટિંગ હાલ પુર્ણ થઇ ચુકી છે. જો કે આ બેઠકનું કોઇ પરિણામ આવ્યું નથી. સવર્ણ વર્ગ દ્વારા પોતાની રજુઆત કરવામાં આવી હતી. વિવિધ હાઇકોર્ટનાં ચુકાદાઓ ટાંકવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ કાલે મુખ્યમંત્રી સાથે બેઠક કરીને યોગ્ય જવાબ આપીશું. આ મુદ્દે મુખ્યમંત્રી સાથે બેઠક થયા બાદ જ અંગે નિર્ણય લેવામાં આવશે.
10000 લોકોએ નકલી પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવી: કોંગ્રેસનો મોટો ખુલાસો
આ પરિપત્રમાં ફેરફાર ન થવો જોઇએ તેવી સ્પષ્ટ માંગણી નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા થઇ છે. એલઆરડીનાં ઉમેદવારોને તાત્કાલીક બોલાવવામાં આવ્યા તેમને ફરી એકવાર બોલાવવામાં આવે. કોર્ટનાં વિવિધ ચુકાદા છે શું હાલ પરિસ્થિતી છે. જે અંગે નાયબ મુખ્યમંત્રીએ કાલ સવાર સુધીમાં જવાબ આપવા જણાવાયું છે. આંદોલનકારીઓ દ્વારા સમગ્ર મુદ્દે જો કે જ્યાં સુધી પરિણામો નહી આવે ત્યાં સુધી આંદોલન યતાવત્ત રહેશે. હાલ તો મુખ્યમંત્રી સાથે બેઠક કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી આંદોલન યથાવત્ત રહેશે. તેવી તમામ સવર્ણ વર્ગનાં આગેવાનો દ્વારા કહેવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે