Gujarat Weather Update: ગુજરાતમાં ક્યારે આવશે મેઘો? દક્ષિણ પશ્ચિમ ચોમાસા મુદ્દે હવામાન વિભાગનું મહત્વપૂર્ણ નિવેદન

Gujarat Weather Update: હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં કાળઝાળ ગરમીથી ત્રાહિમામ લોકોએ વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફરક નહીં જોવા મળે.

Gujarat Weather Update: ગુજરાતમાં ક્યારે આવશે મેઘો? દક્ષિણ પશ્ચિમ ચોમાસા મુદ્દે હવામાન વિભાગનું મહત્વપૂર્ણ નિવેદન

ઝી ન્યૂઝ/અમદાવાદ: કેરળમાં ચોમાસાનું વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે કેરળમાં ચોમાસાના આગમન બાદ 15 દિવસમાં ગમે ત્યારે ગુજરાતમાં વરસાદની પધારમણી થતી હોય છે. કેરળમાં પ્રવેશ કર્યાના ચાર દિવસ પછી કર્ણાટકમાં ત્યારબાદ મહારાષ્ટ્ર અને ત્યાંથી ચોમાસું આગળ વધીને ગુજરાતમાં પ્રવેશ કરતું હોય છે. 

હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં કાળઝાળ ગરમીથી ત્રાહિમામ લોકોએ વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફરક નહીં જોવા મળે. આ ઉપરાંત પહેલી જૂનથી તાપસમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે. હાલમાં રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.  હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, હાલમાં પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કેરળમાં ચોમાસું બેસી ગયું છે, જેને કારણે હવે ગુજરાતમાં પણ જલ્દી વરસાદની આશા બંધાઈ છે. કેરળમાં ચોમાસુ બેસી જવાથી હરખાઈ જવાની જરૂર નથી. કારણ કે, ગુજરાતમાં ચોમાસુ આવતા પહેલાની ગરમી તમને તોબા પોકારી દેશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 2 દિવસ તાપમાન કોઈ મોટો ફરક નહિ પડે. 1 જૂન થી તાપમાનમાં સામાન્ય વધારો થશે. 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા મામલે હવામાન વિભાગનું સત્તાવાર નિવેદન સામે આવી ચૂક્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, કેરળમાં ચોમાસાનું આગમન થયું છે, કર્ણાટક સુધી પહોંચતા 4 દિવસ થશે. કર્ણાટક બાદ મહારાષ્ટ્ર સુધી પહોંચે તે બાદ ગુજરાત અંગેની માહિતી આપવામાં આવશે. હાલ પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે, હાલ કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ નથી. હાલ પ્રિ મોનસૂન એક્ટિવિટી પણ મોટાપાયે જોવા મળશે નહિ. 

જોકે, એક તરફ ગુજરાતમાં ભલે વરસાદ ન હોય, પરંતુ દરિયો તોફાની બનવાની શક્યતા છે. દ્વારકાના માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે. આગામી 5 દિવસ સુધી 40-60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ઓખા, સલાયા સહિતના માછીમારોને આપવામાં સૂચના અપાઈ છે. દરિયામાંથી માછીમારોને પરત લાવવા કામગીરી હાથ ધરાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news