ગુજરાતી ભાષાને જીવંત રાખનાર જીવતું જાગતું ઉદાહરણ છે કોકીલાબેન, દેશ-વિદેશના 1500 સભ્યોને જોડ્યા

ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે કોઈ વ્યક્તિ જ્યારે નિર્ધાર કરી લે છે ત્યારે એ ક્યાં સુધી પહોંચી શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ કોકીલાબેન ચોકસી છે. મહત્વનું છે કે બે વર્ષ પહેલા કરેલા ગુજરાતી ભાષાના પ્રચારના નિર્ધારને તેઓ આગળ લાવવામાં સફળ રહ્યા છે.

ગુજરાતી ભાષાને જીવંત રાખનાર જીવતું જાગતું ઉદાહરણ છે કોકીલાબેન, દેશ-વિદેશના 1500 સભ્યોને જોડ્યા

જયંતિ સોલંકી/વડોદરા: વડોદરાના રિટાયર્ડ શિક્ષિકા દ્વારા ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર અર્થે ગુજરાતી સાહિત્ય ફોર્મ નામના ડિજિટલ માધ્યમથી દેશ વિદેશના 1500 જેટલા સભ્યો બનાવીને ભાષા માટેની જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમાજમાં વધી રહેલા વિદેશી ભાષાઓના આકર્ષણને લઈને આજનો યુવા માતૃભાષાથી દૂર ખસી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તેવામાં માતૃભાષા સિવાયની ભાષાઓ શીખવી ઉજ્જવળ ભવિષ્ય માટે આવશ્યક છે.

મૂળ ભાષાનું અસ્તિત્વ જોખમાઈ નહી તેવા સુઆશ્રય સાથે વડોદરાના રિટાયર્ડ શિક્ષિકા કોકીલાબેન ચોકસીએ બે વર્ષ પહેલાં વર્ષ 2020માં કોરોનાના સંક્રમણ દરમિયાન લોકડાઉનમાં પોતાના જ વિદેશમાં વસતા દીકરાના વિચાર સાથે સંમતિ દર્શાવી અને ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર માટેનું બીડુ ઝડપ્યું. રિટાયર્ડ થયેલી મહિલા અને લોકડાઉનનો સમય કોઈ કામ અર્થે કોઈને મળવા માટેની વાત તો અશક્ય હતી. સાથે સાથે ઘરની બહાર નીકળવું પણ સરકારના નિયમોના ઉલ્લંઘન સમાન વાત હતી અને એવા સમયે ભાષાનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો? એક સૌથી મોટો સવાલ હતો, તેવામાં ડિજિટલ માધ્યમ એ ભાષાના પ્રચાર પ્રસાર માટેનું બિલકુલ યોગ્ય માધ્યમ બનશે એવા વિચાર સાથે કોકીલાબેન ચોકસી અને તેમની દીકરી રિન્કી ચોક્સી એ સાથે મળીને ગુજરાતી સાહિત્ય ફોર્મ નામનું ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કર્યું.

મૂળ સાહિત્યનો જીવ હોવાથી કોકીલાબેન ને પોતાની જ માતૃભાષાને લોકો સુધી પહોંચાડવા માટેનો હકારાત્મક અભિગમ તો હતો, પરંતુ તેમના દીકરી રીન્કી ચોકસી એ પણ રિટાયર્ડ માતાની આ વાતમાં સહભાગી થવાનો નિર્ણય લીધો અને સમગ્ર વિષયને ટેકનિકલ બાબતોમાં સફળ બનાવવા માટે તેમની સાથે કદમથી કદમ મિલાવ્યા...અલગ અલગ વિષયો સાથે અલગ અલગ ગુજરાતી ભાષાના નિષ્ણાંત વક્તાઓને પોતાના આ પ્લેટફોર્મ ઉપર બોલાવી દેશ-વિદેશ સુધી ગુજરાતી ભાષાનો પ્રચાર પ્રસાર અને લોકોના મનમાં રહેલા પ્રશ્નોનું નિવારણ લાવવા માટેનો અભિગમ ધીમે ધીમે શરૂ થયો અને આજે 110 જેટલા એપિસોડ સુધી પહોંચવામાં સફળ થયો છે.

મહત્વનું છે કે કોઈ એક વ્યક્તિના નિર્ણય અને નિશ્ચયને સફળ બનાવવા માટે સમાજની જાગૃત પ્રતિભાઓ પણ સાથે જોડાય તે આવશ્યક હતું તેવામાં ગુજરાતી ભાષાના જાણકાર અને ભાષા માટે સજાગતાથી પ્રેમ ધરાવતા હોય તેવા વ્યક્તિઓ પણ કોકીલાબેન ચોકસી સાથે જોડાયા, ગુજરાતી ભાષા માટે રાજ્યના ગૌરવંતી અને ખ્યાતનામ વક્તાઓ જેવા કે ભાગ્યેશ જંહા, કૃષ્ણકાંત ઉનડકટ, શરીફા વિજળીવાળા, શ્યામલ અને સૌમીલ મુન્શી, આશિત દેસાઇ વગેરે પણ દેશ વિદેશના શ્રોતાઓ માટે ગુજરાતી ભાષાના અલગ અલગ વિષય સુધી સાથે મળતા રહ્યા.

ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે કોઈ વ્યક્તિ જ્યારે નિર્ધાર કરી લે છે ત્યારે એ ક્યાં સુધી પહોંચી શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ કોકીલાબેન ચોકસી છે. મહત્વનું છે કે બે વર્ષ પહેલા કરેલા ગુજરાતી ભાષાના પ્રચારના નિર્ધારને તેઓ આગળ લાવવામાં સફળ રહ્યા છે અને સાથે સાથે 1500 જેટલા સભ્યો બનાવવામાં તેમને સફળતા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news