ખાનગી હોસ્પિટલોને નીતિન પટેલની કડક શબ્દોમાં ચેતવણી, કોરોનાના દર્દી પાસેથી વધુ ચાર્જ વસૂલશો તો કડક પગલા લઈશું
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :કોરોનાની ટ્રીટમેન્ટ હવે ખાનગી હોસ્પિટલોમાં પણ શરૂ થઈ છે. પરંતુ ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી મનફાવે તેમ ચાર્જ વસૂલી રહી છે. આવી ફરિયાદો સતત વધતા નાયબ મુખ્યમંત્રીએ આજે ખાનગી હોસ્પિટલોને ખુલ્લી ચેતવણી આપી છે. ખાનગી હોસ્પિટલો કોરોનાની ટ્રીટમેન્ટ વધારે ચાર્જ વસૂલી રહી છે. આ મુદ્દે તેઓએ કહ્યું કે, કેટલીક ખાનગી હોસ્પિટલો દર્દીઓથી પાસે ખૂબ મોટી રકમનો ચાર્જ કોરોનાને નામે લે છે. વેન્ટિલેટરનું ભાડું વગેરે વધારે કિંમતો લેતી હોય છે. દર્દીઓ પાસે ખૂબ મોટા પ્રમાણમાં વધારે ચાર્જ લેતી હોય છે તેની ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે. રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે આવી ખાનગી હોસ્પિટલો કે ચેતવણી આપું છું તેના સંચાલકોને ચેતવણી આપું છું કે, કોઈપણ રીતે દર્દીઓ પાસે વધારાનો ચાર્જ ઊભો કરીને નહીં લઇ શકે. વધારાનો ચાર્જ નહીં લઇ શકે. જો વધારે પડતો ચાર્જ લેવામાં આવશે તો આવી હોસ્પિટલ સામે કડક પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
હોસ્પિટલો પર કેવા પ્રકારની કાર્યવાહી કરાશે તે અંગે તેઓએ કહ્યું કે, કોરોનાની મહામારી પતી ગયા પછી આવી હોસ્પિટલો સામે કાયમી રીતે કડકમાં કડક પગલાં લેવાશે. આ પરિસ્થિતિનો લાભ લેનાર કોઈપણ હોસ્પિટલને છોડવામાં નહિ આવે. કોઈપણ હોસ્પિટલ હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સરકારે નિયત કરેલા ખર્ચની આજુબાજુનો જ ખર્ચ તેઓ લઇ શકશે. દર્દી અને તેમના સગાઓને અને જાહેર જનતાને વિનંતી છે કે આવી કોઈ પણ હોસ્પિટલ વધારે પડતું ખોટી આકારણી ખર્ચ બતાવે કે બિલ વસૂલ કરે તો તેની લેખિત ફરિયાદ નાયબ મુખ્યમંત્રીને મોકલી આપવી. આવી હોસ્પિટલોને કાયમી રીતે બંધ કરવા કે તેને સીલ કરવા સુધી અને કબજો લઇ સુધીના પગલા સરકાર ભરશે. એક વખત હોસ્પિટલે એક રાત્રિનું રૂમનું ભાડું 30,000 રૂપિયા લેવામાં આવ્યું હોવાની રજૂઆત મળી હતી. આવા હોસ્પિટલનો વાળા તેમને કાયમી રીતે બંધ કરવાની નોબત આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે