LRD મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમનેસામને, નીતિન પટેલ થયા નારાજ
LRD મુદ્દે નેતાઓએ CM વિજય રૂપાણીને લખેલા પત્રથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) ની નારાજગી સામે આવી છે. નીતિન પટેલે આ નેતાઓને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, નેતાઓએ પોતાની જવાબદારીમાંથી છટકવા માટે પત્ર ન લખવા જોઈએ. આવું કરવાથી સમાજમાં અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે. તેમજ કોંગ્રેસના નેતાઓ હકીકત જાણવા છતાં ગેરમાર્ગે દોરે છે. ઉલ્લેખનીય છે કે, એલઆરડી મુદ્દે અનેક નેતાઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી શક્યા છે. આ નેતાઓના લિસ્ટમાં સાંસદ કિરીટ સોલંકી, પરબત પટેલ, જુગલજી ઠાકોર, પૂનમ માડમ, ભારતીબેન શિયાળ, કુંવરજી બાવળિયા તથા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પત્ર લખ્યો હતો. ત્યારે પત્ર લખનારા મોટાભાગના ભાજપના નેતાઓ જ છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :LRD મુદ્દે નેતાઓએ CM વિજય રૂપાણીને લખેલા પત્રથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) ની નારાજગી સામે આવી છે. નીતિન પટેલે આ નેતાઓને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, નેતાઓએ પોતાની જવાબદારીમાંથી છટકવા માટે પત્ર ન લખવા જોઈએ. આવું કરવાથી સમાજમાં અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે. તેમજ કોંગ્રેસના નેતાઓ હકીકત જાણવા છતાં ગેરમાર્ગે દોરે છે. ઉલ્લેખનીય છે કે, એલઆરડી મુદ્દે અનેક નેતાઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી શક્યા છે. આ નેતાઓના લિસ્ટમાં સાંસદ કિરીટ સોલંકી, પરબત પટેલ, જુગલજી ઠાકોર, પૂનમ માડમ, ભારતીબેન શિયાળ, કુંવરજી બાવળિયા તથા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પત્ર લખ્યો હતો. ત્યારે પત્ર લખનારા મોટાભાગના ભાજપના નેતાઓ જ છે.
પોતાની જવાબદારીમાંથી છટકવા પત્ર લખે છે
રાજ્ય સરકારના જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના લોક રક્ષક દળના મુદ્દે મુખ્યમંત્રીને લખેલા પત્ર સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નારાજગી વ્યક્ત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસ હોય કે ભાજપ, પણ નેતાઓએ સમજદારીપૂર્વકના નિવેદનો કરવા જોઈએ. કેટલાક મનથી હોય કે નેતાઓ હોય તેવો પોતાની જવાબદારીમાંથી છટકવા માટે પત્ર કે રજૂઆત કરી લીધી છે એ પ્રકારની વાતો કરતા હોય છે. પણ આ પ્રકારના વ્યવહારથી સમાજમાં અશાંતિનું વાતાવરણ ઊભું થતું હોય છે.
લોકરક્ષક દળમાં મહિલાઓના અન્યાય મુદ્દે પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ સામે આક્ષેપ કરતા જણાવ્યું કે ગુજરાતમાં અશાંતિ ઊભી થાય એ પ્રકારે સીધી કે આડકતરી રીતે બંન્ને પક્ષોને કે સમાજોને ઊભી કરવાનું કામ કરી રહી છે.
અલ્પેશ ઠાકોરનો નીતિન પટેલને જવાબ...
નીતિન પટેલે કરેલી ટકોર મુદ્દે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું કે, નીતિન પટેલને કહું છું કે સરકારની પણ જવાબદારી છે. ગરીબ દીકરા-દીકરીઓને ન્યાય આપવામાં આવે. સરકારે આ ઠરાવ રદ કરવો જ પડે. રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટનું જજમેન્ટ લાગુ કરે. મારામાં રહેલા આંદોલનકારી આત્માને ક્યારેય નહીં મરવા દઉં.
નીતિન પટેલના નિવેદન પર કોંગ્રેસનો વાર..
નીતિન પટેલના નિવેદન મામલે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, જ્યારે સરકારનું કૌભાંડ પકડાય કે પોલ ખૂલી જાય ત્યારે નિવેદન આપી લોકોને ગેરમાર્ગે દોરે છે. સરકાર હમેશા બંધારણને બાજુમાં રાખીને કામ કરે છે. 2018નો પરિપત્ર પાછો ખેંચવો જોઈએ. સરકાર ભરતીના નામે મજાક કરી રહી છે. નવું એલઆરડીની પરીક્ષામાં મેરિટના નામે કૌભાંડ કરવામાં આવ્યું છે. ભરતી પ્રક્રિયાના નામે ગુજરાતમાં વર્ગવિગ્રહ ઉભો થાય તેવું સરકાર કરી રહી છે. આ મામલે મુખ્યમંત્રી ખુલાસો કરે. ભરતી પ્રક્રિયા સરકારને કરવાની છે અને તેમાં ખોટું થયું છે તો તેની તપાસ કરવી જોઈએ. કોઈ પણ સરકાર કોઈ પણ પરિપત્ર કરે તો બંધારણનું ઉલ્લંઘન ન થાય તે જોવાની જવાબદારી સરકારની છે. રેલવેનું ખાનગીકરણ કરવાના નામે પોતાના માનીતા ઉદ્યોગપતિઓને સાચવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ તમામ વિરોધ કરી રહ્યા છે. અમારી અજાણતાથી ભાગ લીધો અને ત્યાં ચોખવટ કરી છે કે અમે ખાનગીકરણમાં નથી માનતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે