આવતીકાલથી નવું જાહેરનામું લાગુ, લગ્ન પ્રસંગમાં લોકોની હાજરી મામલે સરકારે કરી સ્પષ્ટતા

કોરોના ગાઈડલાઈનને લઈને ગુજરાત સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. લગ્નને સામાજિક કાર્યક્રમમાં ન ગણવાનું સરકારે કહ્યુ છે. આ તમામ ગાઈડલાઈન આવતીકાલથી લાગુ પડશે

આવતીકાલથી નવું જાહેરનામું લાગુ, લગ્ન પ્રસંગમાં લોકોની હાજરી મામલે સરકારે કરી સ્પષ્ટતા

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સરકારે રાત્રિ કરફ્યૂ (night curfew) થી લઈને સામાજિક કાર્યક્રમોમાં છૂટછાટો આપી છે. રાત્રિ કરફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરાયો છે. જે આવતીકાલે 31 જુલાઈથી લાગુ કરાશે. પરંતુ કોરોના ગાઈડલાઈનને લઈને ગુજરાત સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. લગ્નને સામાજિક કાર્યક્રમમાં ન ગણવાનું સરકારે કહ્યુ છે. આ સાથે જ લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોની હાજરીને જ માન્ય રાખી છે. 400 લોકોની હાજરી સામાજિક કાયક્રમો માટે જ પરમિશનમાં અપાશે. સાથે જ મરણ પ્રસંગમાં 40 લોકોની હાજરીની છૂટ આપી છે. આ તમામ ગાઈડલાઈન આવતીકાલથી લાગુ પડશે.

આવતીકાલથી ગુજરાતમાં નવું જાહેરનામું લાગુ થશે. જેમાં નાગરિકોને અનેક છૂટછાટો આપવામાં આવી છે. જેમ કે...

  • રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત. 8 મહાનગરોમાં હવે રાત્રે 11 થી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યૂ
  • ખુલ્લા અથવા બંધ સ્થળે લગ્ન પ્રસંગમાં 150 લોકોની મર્યાદા
  • રાજ્યમાં લગ્ન પ્રસંગો માટે ઓનલાઈન મંજૂરી લેવી જરૂરી
  • રાજ્યમાં અંતિમવિધિ માટે 40 લોકોની મંજૂરી આપવામાં આવી
  • ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક કાર્યક્રમોમાં 400 લોકોની છૂટ
  • ગણેશ મહોત્સવમાં 4 ફૂટ સુધીની મૂર્તિની સ્થાપનાને મંજૂરી
  • સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ 400 લોકોને છૂટ આપવામાં આવી
  • આવા કાર્યક્રમોમાં બંધ સ્થળોએ પણ 400 વ્યક્તિઓની છૂટ
  • શૈક્ષણિક સંસ્થાઓ SOP સાથે ચાલુ રહેશે, નિયમ પાલન જરૂરી
  • રાજ્યભરમાં 60 ટકા ક્ષમતા સાથે જીમ ખુલ્લા રહેશે
  • રાત્રે 9 વાગ્યા સુધી બાગ-બગીચાઓ ખુલ્લી રાખી શકાશે
  • હોટેલ, રેસ્ટોરેન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ
  • રાજ્યમાં સ્પા ખોલવાની હજુ મંજૂરી નહીં, સ્પા બંધ રહેશે

આ પણ વાંચો : વીડિયો ફોન પર યુવતી ન્યૂડ થઈ જાય તો ચેતી જજો, રેકોર્ડિંગ થાય છે તમારી હરકતો..

લગ્ન માટે ઓનલાઈન મંજૂરી જરૂરી 
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લગ્ન પ્રસંગો માટે ઓનલાઈન મંજૂરી લેવી ફરજિયાત બનાવાઈ છે. લગ્ન પ્રસંગમાં 150 લોકોની હાજરી મર્યાદિત બનાવાઈ છે. સાથે જ લગ્નને સામાજિક કાર્યક્રમમાં ન ગણવાનું સરકારે કહ્યુ છે. આ તમામ નિયમો આવતીકાલથી લાગુ પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news