Mundra Port Drug Case ની તપાસ NIA ને સોંપવામાં આવી, કેસ નોંધાયા બાદ તપાસ શરૂ
13 સપ્ટેમ્બર 2021 ના રોજ કેન્દ્ર સરકારના કર્મચારીઓએ મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરના નામે આયાત કરેલા 2,988.21 કિલો હેરોઈન પકડી પાડ્યું હતું. તેની બજાર કિંમત 21000 કરોડ રૂપિયા છે
Trending Photos
Mundra Port Drug Case: ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા ડ્રગ્સ કેસની તપાસ હવે NIA ને સોંપવામાં આવી છે. આ કેસમાં NIA એ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હકીકતમાં, ગત મહિને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર બે કન્ટેનરમાંથી 2,988.21 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું, જેની વૈશ્વિક બજારમાં કિંમત 21,000 કરોડ રૂપિયા હોવાની શક્યતા છે.
હકીકતમાં, 13 સપ્ટેમ્બર 2021 ના રોજ કેન્દ્ર સરકારના કર્મચારીઓએ મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરના નામે આયાત કરેલા 2,988.21 કિલો હેરોઈન પકડી પાડ્યું હતું. તેની બજાર કિંમત 21000 કરોડ રૂપિયા છે. હવે આ કેસની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) મારફતે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મુન્દ્રા પોર્ટ અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત છે. આ કેસ બાદ અદાણી ગ્રુપે કહ્યું હતું કે DRI સહિત માત્ર સરકારી સત્તાવાળાઓને જ ગેરકાયદે કાર્ગો ખોલવાની, તપાસ કરવાની અને જપ્ત કરવાની છૂટ છે અને પોર્ટ ઓપરેટરોને નહીં.
NIA takes over case of seizure of 2988.21 kgs of narcotics at Mundra Port, Gujarat pic.twitter.com/omr6xe3jaR
— NIA India (@NIA_India) October 6, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે