Gujarat Rain Forecast: આગામી બે દિવસ 8 જિલ્લામાં મેઘરાજા મચાવશે તબાહી! દરિયાએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ
Gujarat Rain Forecast: સ્વતંત્રતા પર્વની ઉજવણી વચ્ચે રાજ્યમાં દિવસભર ડાળાડિબાંગ વાદળા છવાયેલા હતા. રાજ્યના 206 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના વ્યારામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે
Trending Photos
Gujarat Rain Forecast: ગુજરાતભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સ્વતંત્રતા દિવસ પર રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતના 206 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના વ્યારામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે, હજુ પણ 3 દિવસ વરસાદી માહોલ રહેશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહીને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સ્વતંત્રતા પર્વની ઉજવણી વચ્ચે રાજ્યમાં દિવસભર ડાળાડિબાંગ વાદળા છવાયેલા હતા. રાજ્યના 206 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના વ્યારામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગે મંગળવારે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બુધવારે 7 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16 ઓગસ્ટના ભારે વરસાદની આગાહી કરી છે.
આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ દરિયામાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જને લઇને દ્વારકાના દરિયામાં ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે દ્વારકામાં દરિયાએ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગોમતીઘાટ, ભડકેશ્વર સહિતના વિસ્તારોમાં 10 થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે ગોમતી ઘાટ પર સહેલાણીઓને દરિયાની મોજ માણતા જોવા મળ્યા હતી.
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.29 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં 2,01,961 ક્યૂસેક પાણીની આવક થઈ છે. ત્યારે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. આજે રાત્રે 10 વાગ્યે ડેમના 23 દરવાજા ખોલીને 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવશે. જેને લઇને સરદાર સરોવર બંધ પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જારી કરતા નર્મદા કિનારાના ગામોને એલર્ટ કરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે