સ્વાદના શોખીન અમદાવાદીઓ માટે બની રહ્યું છે નવુ ખાણીપીણી માર્કેટ, આ સ્થળે બનશે

Ahmedabad Riverfront : અમદાવાદ રિવરફ્રન્ટ પર ભવ્ય ખાણીપીણી માર્કેટ ઉભું કરાશે... જે સ્વાદના શોખીન ગુજરાતીઓ માટે સ્વાદનું નવુ ડેસ્ટિનેશન બની રહેશે

સ્વાદના શોખીન અમદાવાદીઓ માટે બની રહ્યું છે નવુ ખાણીપીણી માર્કેટ, આ સ્થળે બનશે

Ahmedabad News અમદાવાદ : સાબરમતી રીવરફ્રન્ટની સુંદરતામાં અભિવૃદ્ધિ કરતા આ નવીનત્તમ પ્રોજેક્ટ અમદાવાદમાં આવી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓને વધુ એક નવું નજરાણું મળશે. અમદાવાદીઓ માટે રિવરફ્રન્ટ પર ખાણીપીણી બજાર શરૂ કરાશે. અમદાવાદ ખાણીપીણી માટે પ્રખ્યાત છે, ત્યારે રિવરફ્રન્ટ ખાણીપીણીનું હબ બનશે. 

કેવુ હશે ખાણીપીણી બજાર
રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે સરદાર બ્રિજની નીચે સરદાર પ્લાઝાની 220 ચોરસ મીટર જેટલી જગ્યામાં આલિશાન ખાણીપીણી માર્કેટ ઉભું કરાશે. જેમાં ફૂડ વાન ઉભી કરાશે. ખાણીપીણીના શોખીન અમદાવાદીઓ માટે આ જગ્યા નવુ ડેસ્ટીનેશન બની રહેશે. 

મ્યુઝિકલ ફાઉન્ટેન હશે 
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સહેલાણીઓ માટે વધુ એક નવા આકર્ષણને લઇ આયોજન ચાલી રહ્યું છે. ત્યારે  રિવરફ્રન્ટ ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન પણ શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. રિવરફ્રન્ટ તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. લાઈટ એન્ડ સાઉન્ડ સાથે અટલ બ્રિજ નજીક રૂ 6 કરોડના ખર્ચે મ્યુઝિકલ ફાઉન્ટેન શરૂ કરવાનું આયોજન છે. પાણીના ઉપયોગ અને 400 નોઝલની મદદથી કલરફુલ લાઇટિંગ-સાઉન્ડ થકી અદભુત પ્રદર્શન યોજાય એવું આયોજન કરાશે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન પણ બનશે
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલું ગ્લો ગાર્ડન પ્રવસીઓમાં ખુબ આકર્ષણ જમાવી ચૂક્યું છે. ત્યારે આવુ જ એક ભવ્ય ગ્લો ગાર્ડન હવે અમદાવાદમાં પણ જોવા મળશે. સાબરમતીના ઘાટ પર અવનવા લાઈટ્સનું ગાર્ડન ઉભું કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રવાસીઓને આકર્ષવા માટે અટલ બ્રિજ, ફ્લાવર ગાર્ડન, બટરફ્લાય પાર્ક, એડવેન્ચર રાઈડ્સ, કાયાકીંગ, સાબરમતી રિવર ક્રુઝ તો પહેલેથી છે જ. પરંતુ જલ્દી જ હવે ગ્લો ગાર્ડન પણ માણવા મળશે. જેનાથી રિવરફ્રન્ટ પર આવતા મુલાકાતીઓની સંખ્યા વધશે. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનના સૂચન બાદ રિવરફ્રન્ટ અધિકારીઓ દ્વારા ગ્લો ગાર્ડન માટે વહીવટી પ્રક્રિયા શરૂ કરાઈ છે. ટેન્ડર મંજુર થયા બાદ 5 થી 6 મહિનામાં ગ્લો ગાર્ડન શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news