કોરોના બાદ ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી, 6 શંકાસ્પદ કેસ, પુણે મોકલાયા સેમ્પલ

Chandipuram Virus Spread In Gujarat : ગુજરાતના બે જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના કેસ મળ્યા, સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસે ફેલાવી દહેશત, 6 શંકાસ્પદ કેસ આવ્યા, પૂણે લેબોરેટરીમાં સેમ્પલ મોકલાયા
 

કોરોના બાદ ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી, 6 શંકાસ્પદ કેસ, પુણે મોકલાયા સેમ્પલ

Gujarat New Virus Entry : કોરોના બાદ હવે ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી થઈ છે. ગુજરાતના બે જિલ્લાઓમાં આ વાયરસ ફેલાયો છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં ચાંદીપુરમ વાયરસના પ્રવેશની આશંકા છે. હિંમતનગર સિવિલમાં ચાંદીપુરમ વાયરસના 6 શંકાસ્પદ કેસ આવ્યા છે. અત્યાર સુધીમાં અરવલ્લી અને સાબરકાંઠાના ચાર લોકોને ચાંદીપુરમ વાયરસનો ચેપ લાગ્યો છે. ચારમાંથી બે લોકોના મૃત્યુ થયા છે, તો બે દર્દીઓની સારવાર ચાલી રહી છે. ચાંદીપુરમ વાયરસનો ચેપ લાગ્યાની આશંકાથી સેમ્પલ પૂણે મોકલવામાં આવ્યા છે. તો ખેડબ્રહ્માના દીગથલી ગામના 5 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત નિપજ્યું છે. 

શું છે ચાંદીપુરમ વાયરસ? 

  • ભેજયુક્ત વાતાવરણમાં ફેલાય છે વાયરસ
  • ગ્રામ્ય વિસ્તારમાં વધુ ફેલાય છે વાયરસ
  • માખીના કારણે ચાંદીપુરમ વાયરસનો લાગે છે ચેપ
  • સેન્ડ ફ્લાય નામની માખીના કારણે ફેલાય છે વાયરસ
  • 14 વર્ષ સુધીના બાળકોમાં ફેલાઈ શકે છે ચેપ

 ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે

ચાંદીપુરમ વાયરસના લક્ષણો 
ઝાડા, ઉલટી, તાવ, બેભાન થવું, ખેંચ આવવી

    સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના પ્રવેશની આશંકા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરમ વાઇરસના 6 સસ્પેકટેડ કેસ આવ્યા છે. ચાર કેસમાં બે મોત અને બે કેસ સારવાર હેઠળ છે. ચાંદીપુરમ કેસની આશંકાને લઈ સેમ્પલ પુણે ખાતે મોકલવામાં આવ્યા છે. હાલમાં 2 કેસ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

    ચાંદીપુરમ વાયરસથી બચવાના ઉપાય 

    • કાચા અને પાકા મકાનની તિરાડો પુરી દેવી જોઈએ
    • માખીનો ઉપદ્રવ ન થાય તેવા પ્રયાસ કરો
    • બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો
    • રાત્રે સુતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરો
    • મેલેથિન પાવડરનો છંટકાવ કરવામાં આવે

    આરોગ્ય વિભાગ દોડતું થયું 
    ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં નવા વાયરસને કારણે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. વિગતો મુજબ સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરમ નામના વાયરસના એન્ટ્રીથી જિલ્લામાં હડકંપ મચી ગયો છે. આ તરફ સ્થાનિક આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું અને હાલ તમામ રિપોર્ટ ખાતે મોકલી આપ્યા તો જિલ્લાના અધિકારીઓ ગાંધીનગરમાં આ અંગે બેઠક પણ કરી હોવાનું સામે આવ્યું છે.

    6 દર્દીઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે પુના મોકલાયા
    નોંધનીય છે કે, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ હતા. તેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્માના એકનું મોત જ્યારે અરવલ્લીના બે લોકોના મોત થયા. પાંચ લોકોના સેમ્પલ હાલમાં ટેસ્ટિંગ માટે પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે હજુ એક સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવાનો બાકી છે, સેમ્પલના રિપોર્ટ સોમવારે આવશે. ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ થયું દોડતું છે. આજે વાઈરલ મુદ્દે ઉચ્ચ અધિકારીઓની મીટિંગ યોજાઈ શકે છે.

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news