રાજકોટ બાદ જૂનાગઢમાં ત્યજી દેવાયેલુ બાળક મળ્યું, કોઈ પાપ છુપાવવા ઝાડીમાં મૂકીને ગયું
Trending Photos
સાગર ઠાકર/જૂનાગઢ :ગુજરાતમાં લોકો માનવતા નેવે મૂકી રહ્યાં છે. બાળકો ત્યજી દેવાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. રાજકોટ બાદ હવે જૂનાગઢમાં બાળકને તરછોડી દેવાનો બનાવ બન્યો છે.
જૂનાગઢમાં માનવતા નેવે મૂકાઈ છે. જૂનાગઢમાં પણ એક બાળકને તરછોડાયું છે. ભેંસાણ તાલુકાના જેતપુર-બગસરા રોડ પર રફાળીયા ગામ નજીક આ ઘટના બની છે. રાત્રિના સમયે રસ્તાની સાઈડમાં અવાવરૂં જગ્યામાં ઝાડીમાં બાળક તરછોડાયેલું મળી આવ્યુ છે. ગ્રામજનોને બાળકના રડવાનો અવાજ આવતાં તેમણે જોયું તો એક બાળક ત્યાં પડેલુ હતું. ત્યારે આ વિશે પોલીસને જાણ કરાઈ હતી. ગ્રામજનો અને પોલીસે બાળકને પ્રથમ ભેંસાણ આરોગ્ય કેન્દ્ર ખસેડી તપાસ કરી હતી.
સારવાર માટે બાળકની તપાસ કરાઈ હતી, જેમાં બાળક તંદુરસ્ત હાલતમાં છે. બાળકને કોઈ ઈજા નથી થઈ. હાલ બાળકને જૂનાગઢ શિશુમંગલ સંસ્થામાં મોકલાયું છે. ભેંસાણ પોલીસે અજાણી સ્ત્રી વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે