નકલી પોલીસ, બનાવટી કલેક્ટર બાદ હવે નકલી નાયબ કલેક્ટર ઝડપાઇ, ખેડૂત સાથે કર્યું ઠગાઈનું મોટું કારસ્તાન

નકલી પોલીસ, બનાવટી કલેક્ટર બાદ હવે નકલી નાયબ કલેક્ટર ઝડપાઇ છે. બારડોલીના બાબેન ગામની બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી નેહા પટેલ ઝડપાઇ છે. જેણે માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે કરી ઠગાઈનું કારસ્તાન કર્યું

નકલી પોલીસ, બનાવટી કલેક્ટર બાદ હવે નકલી નાયબ કલેક્ટર ઝડપાઇ, ખેડૂત સાથે કર્યું ઠગાઈનું મોટું કારસ્તાન

સંદીપ વસાવા/માંડવી: સુરત જિલ્લામાંથી વધુ એકવાર ડુપ્લીકેટ અધિકારી બની રૂપિયા પડાવતા તોડબાઝ ને પોલીસે ઝડપી પાડ્યા છે. ડુપ્લીકેટ પોલીસ નહિ પરંતુ ડુપ્લીકેટ ડેપ્યુટી કલેક્ટર બની રૂપિયા પડાવ્યા હતા. જમીન સંપાદનમાં ટેન્ડર ભરી પૈસા રોકો તો સારું કમિશન મળવાની લાલચ આપી ખેડૂત પાસે રૂપિયા પડાવ્યા હતા. જોકે માંડવી પોલીસે નકલી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી નેહા પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

કેટલાક તોડબાજો કે બેનંબરીયાઓ રૂપિયા કમાવવા માટે અનેક તરકીબો કે કિમીયાઓ અપનાવતા હોય છે. અધિકારી બનીને કે અધિકારીના વહીવટતદાર બનીને રૂપિયા ખંખેરી લેવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નકલી પોલીસ બનીને તોડ ની ઘટના સામાન્ય બની ગઈ છે. જોકે હવે કેટલાક લોકો જેતે સરકારી તંત્રના અધિકારીઓ બનીને રૂપિયો પડાવી રહ્યા છે. ક્યારેક GPCB ના અધિકારી તો કયારેક કલેક્ટ કચેરીની ઓળખ આપી રૂપિયા ઉઘરાણી ની ઘટના સામે આવી છે. હાલ જે ઘટના સામે આવી છે તેમ એક મહિલાએ પોતાની ઓળખ કોઈ નાના અધિકારીની નહી પરંતુ પોટે દિપ્યુટી કલેકટર હોવાની ઓળખ આપી ખેડૂત પાસે રૂપિયા પડાવી લીધા છે. 

સમગ્ર કિસ્સાની વાત કરીએ તો માંડવીના તારાપુર ખાતે રહેતા વૃદ્ધ ખેડૂત રામુ ભાઈ દેવજી ભાઈ ચૌધરી 2007 માં સરકારી નોકરીમાંથી નિવૃત થયા છે. ખેડૂત રામુભાઈની ઓળખાણ જેતે સમયે નેહા પટેલ સાથે થઈ હતી અને તે દરમ્યાન નેહા પટેલે પોતે નાયબ કલેક્ટ હોવાની ઓળખ આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ વિકાસની કામગીરી કરું છું સિનસપાતા કરી થરકી નેહા પટેલે ખેડૂતને જમીન સંપાદનમાં ટેન્ડર ભરી પૈસા રોકો તો સારું કમિશન મળવાની લાલચ આપી પ્રથમ વારમાં 3 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ ટુકડે ટુકડે કરી 22.28.000 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી.

ખેડૂતને પોતાનું કમિશન તેમજ રકમ ન મળતા નેહા પટેલ વાતચીતમાં ગલ્લાટલ્લા તેમજ યોગ્ય ઉત્તર ન આપતા ખેડૂત પોતે ઠગાયા હોવાનું જણાયું હતું. જેથી ખેડૂત રામુ ભાઈ ચૌધરીએ સમગ્ર કેફિયત માંડવી પોલીસ સમક્ષ રજુઆત કરી હતી. માંડવી પોલીસે સમગ બનાવ મામલે ઠગબાજ નેહા પટેલની અટકાયત કરી નેહા પટેલની પૂછ પરછ હાથ ધરી હતી. જેમાં નેહા પટેલે પોતે ખોટી ઓળખ ઉભી કરી રૂપિયા પડાવ્યા હોવાની કબૂલાત કરતા માંડવી પોલીસે નેહા પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહત્વનું છે કે નેહા પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતું હોવાનું સામે આંવી રહ્યું છે. તેણે થોડા સમય અગાઉ સુરત શહેરમાં પણ એક બિલ્ડર સાથે જમીન આપવામાં મામલે અધિકારી બની રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. માત્ર આટલું જ નહિ પણ અગાઉ નેહા પટેલ ડેડીયાપાડા ખાતે ડી.વાય.એસ.પી નો સ્વાગ રચી સરકારી નોકરી અપાવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી ચુક્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હવે પોલીસ ઠગબાજ નેહા પટેલને કડકમાં કડક કાર્યવાહી કરી સજા મળે તે જરૂરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news