ગુજરાતમાં દારૂ જોઇએ છે? બુટલેગર નહી પરંતુ સીધો પોલીસનો જ સંપર્ક કરો પોલીસ કરશે હોમ ડિલીવરી!

પોલીસનો બુટલેગરનો ચહેરો સામે આવ્યો છે. એલસીબીએ દારૂ ભરેલું આઈસર ઝડપ્યા બાદ જિલ્લા પોલીસ વડાની કચેરી પાછળથી જ બે પોલીસ કર્મી અને એક કારની પાછળ પાયલોટિંગ કરનાર શખ્સ સહીત પોલીસ કર્મીઓ ખાનગી કારમાં દારૂ ભરી અન્ય સ્થળે દારૂ પહોંચાડવા ખેપ મારવા ગયા હતા. દરમિયાનમાં કાર મોડાસાના કેશાપુરા ગામની સીમમાં પલ્ટી ખાઈ જતા સમગ્ર ભાંડો ફૂટતા ચકચાર મચી છે.
ગુજરાતમાં દારૂ જોઇએ છે? બુટલેગર નહી પરંતુ સીધો પોલીસનો જ સંપર્ક કરો પોલીસ કરશે હોમ ડિલીવરી!

સમીર બલોચ/અરવલ્લી : પોલીસનો બુટલેગરનો ચહેરો સામે આવ્યો છે. એલસીબીએ દારૂ ભરેલું આઈસર ઝડપ્યા બાદ જિલ્લા પોલીસ વડાની કચેરી પાછળથી જ બે પોલીસ કર્મી અને એક કારની પાછળ પાયલોટિંગ કરનાર શખ્સ સહીત પોલીસ કર્મીઓ ખાનગી કારમાં દારૂ ભરી અન્ય સ્થળે દારૂ પહોંચાડવા ખેપ મારવા ગયા હતા. દરમિયાનમાં કાર મોડાસાના કેશાપુરા ગામની સીમમાં પલ્ટી ખાઈ જતા સમગ્ર ભાંડો ફૂટતા ચકચાર મચી છે.

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, છતાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓ ગુજરાતમાં દારૂ બંધીના લીરે લીરા ઉડાવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં તો જાણે પોલીસ જ પોતે બુટલેગર બની બેઠી હોય તેવી ઘટના સામે આવી છે. અરવલ્લી એલસીબી પોલીસે શામળાજી પાસેથી દારૂ ભરેલી એક આઇસર ગાડી ઝડપી મોડાસા એસપી કચેરી ખાતે લાવી  હતી. આ આઇસર ગાડીમાં ભરેલા દારૂનો કેસ કરવાને બદલે તેમાંથી 10 પેટી દારૂ સગેવગે કરવા એલસીબી પોલીસ કર્મીના સગાની એક એસન્ટ કારમાં ભરી અરવલ્લી એલસીબી શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મી ઈમરાન ખાન નજામીયા શેખ અને પ્રમોદભાઈ સુખદેવભાઈ પંડ્યા આ બંને પોલીસ કર્મીઓ દારૂ અન્ય સ્થળે પહોંચાડવા ખેપ મારવા નીકળયા હતા. 

આ બંને પોલીસ કર્મીની કારની પાછળ શાહરુખ નામનો શખ્સ બાઈક લઇ પાયલોટિંગ કરી રહ્યો હતો દરમિયાનમાં મોડાસાના કેશાપુરા નજીક કાર પલ્ટી ખાઈ જતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો જોકે કાર પલ્ટી હતી. બંને પોલીસ કર્મીઓ કાર મૂકી ભાગી છૂટયા હતા. ત્યારે આ મામલાની મોડાસા ગ્રામ્ય પોલીસને જાણ થતા ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર તેમજ દારૂ સહીત કુલ 120 બોટલ કિંમત 1.20 લાખની કિંમતનો દારૂનો કબ્જો  મેળવી મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે લવાયો હતો. 

સમગ્ર મામલે પોલીસે બે પોલીસ કર્મી તેમજ પાયલોટિંગ કરનાર શખ્સ એમ 3 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ દારૂની આ ઘટનાએ સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચાવી છે. એસપી કચેરી પાછળથી જ દારૂ કારમાં ભરી લઇ જવાની આ ઘટનાએ પોલીસ તંત્રને શરમમાં મુક્યું છે. જિલ્લાના એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ  તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એસપી દ્વારા બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news