ગુજરાતના પશુપાલકોની આવક થઈ જશે ડબલ, ‘ગોબર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ શરૂ
આણંદની નેશનલ ડેવલોપમેન્ટ બોર્ડ (એનડીડીબી) મ્રીડા દ્વારા માત્ર દૂધ અને ખેતી ઉત્પાદનથી જ નહી પરંતુ ગોબરમાંથી પણ આવક વધે અને ખેડુતોની આવકમાં વધારો થાય તે માટે એનડીડીબીએ આજે આણંદ ખાતે ગોબર સે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સિસ્ટેમાં બાયો કંપની સાથે એમઓયુ કર્યા હતા.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેડુતોની આવક બમણી કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આણંદની નેશનલ ડેવલોપમેન્ટ બોર્ડ (એનડીડીબી) મ્રીડા દ્વારા માત્ર દૂધ અને ખેતી ઉત્પાદનથી જ નહી પરંતુ ગોબરમાંથી પણ આવક વધે અને ખેડુતોની આવકમાં વધારો થાય તે માટે એનડીડીબીએ આજે આણંદ ખાતે ગોબર સે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સિસ્ટેમાં બાયો કંપની સાથે એમઓયુ કર્યા હતા, અને પૂણે કોલ્હાપુર અને સુરતમાં 15 હજારથી વધુ ખેડુતોને ગોબર પ્લાન્ટ આપવામાં આવશે.જેથી ખેડુતો બળતરનાં વિકલ્પ તરીકે ગોબર ગેસનો ઉપયોગ કરી આત્મનિર્ભર બની પોતાની આવકમાં વધારો કરી શકશે.
એનડીડીબી ખાતે આજે એનડીડીબી મ્રીડાનાં ચેરમેન મિનેશ શાહ અને સીસ્ટેમાં બાયોનાં મેનેજીંગ ડીરેકટર પીયુષ સોહાણીએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. જે અંતર્ગત પ્રારંભિક તબક્કામાં સીસ્ટેમાં બાયો કંપની દ્વારા15 હજાર બાયો પ્લાન્ટ ખેડુતોને પ્રસ્થાપિત કરી આપવામાં આવશે. જેમાં પાંચ હજાર પૂણેમાં પાંચ હજાર કોલ્હાપુરમાં અને પાંચ હજાર સુરતમાં ખેડુતોને પ્લાન્ટ પ્રસ્થાપિત કરી આપવામાં આવશે. જેનાંથી ખેડુતો પોતાનાં પશુઓનાં ગોબરમાં બાયો ગેસ ઉત્પનન કરી પોતાનાં ધરમાં રસોઈમાં વપરાસ કરી શકશે તેમજ તેમાંથી વિજળી દ્વારા અજવાળુ પણ કરી શકશે. જેનાંથી ખેડુતોને બળતર માટેનાં લાકડા અને એલપીજી રાંધણગેસનો ખર્ચ બચતા દર માસે અંદાજે એક હજારથી બારસો રૂપિયાનો ફાયદો થશે.
આ ઉપરાંત ગોબરનો બાયો ગેસમાં રૂપાંતર બાદ વધેલી સ્લરીનો ઉપયોગ ખાતરમાં તેમજ અન્ય ચીજ વસ્તુઓ બનાવવા માટે પણ ઉપયોગ થઈ શકશે.ખેડુતો, તેમજ નાના અને મધ્યમ ડેયરી ખેડુતોને તેનાંથી પોતાની આવકમાં વધારો થશે. એનડીડીબી દ્વારા હાલમાાં આણંદ જિલ્લામાં ઝાંખરીયા ગામમાં આ મોડલ પર ગોબર ગેસ સીસ્ટમ ચાલી રહી છે અને હાલમાં આ ગામમાં 370 જેટલા ખેડુતોને બાયોગેસ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. જેમાંથી ખેડુતો પોતાની રસોઈ માટે બળતર ખર્ચની બચત કરી રહ્યા છે, અને પ્રત્યેક ખેડુત પોતાનાં બાયોગેસથી દૈનિક બેથી ત્રણ કયુબીક મીટર બાયોગેસ ઉતપન્ન કરી રહ્યા છે. તેમજ ગોબરનાં ઉપયોગથી પર્યારણને પણ ફાયદો થાય છે.
મીથેન ગેસ પર્યાવરણને નુકશાન કરે છે. પરંતુ આ બાયો ગેસ પ્લાન્ટમાંથી નિકળતા મીથેન ગેસને રસોઈ બનાવવામા વાપરીને મિથેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી પર્યાવરણને નુકશાન થતું નથી. તેમજ હાલમાં મુજકુવા ખાતે ગોબર ગેસ બાદ વધતી સ્લેરીને લીકવીડ અને સોલીડ બે ભાગમાં પરિવર્તીત કરીને તેમાંથી ઓરગેનિક વસ્તુઓ બનાવવામાં આવે છે અને તેમાંથી પણ મહિલાઓ સામુહિક આવક કરી શકે છે. આ બાયોગેસ પ્લાન્ટથી ખેડુતોનો આર્થિક તેમજ સામાજીક ક્ષેત્રે ઉત્થાન થશે.
બાયોગેસ પ્લાન્ટ પ્રસ્થાપિત કર્યા બાદ સીસ્ટેમાં કંપનીની ટેકનીકલ ટીમ સતત ખેડુતોને સપોર્ટ કરશે. સમગ્ર દેશમાં આા પ્લાન્ટનો હાલમાં 40 હજારથી વધુ પરિવારો ઉપયોગ કરી રહ્યા છે,ખેડુતો દ્વારા ગોબરમાંથી વધતી સ્લરીનો બાયોફર્ટીલાઈઝર તરીકે ઉપયોગ કરવાથી રાષાયણીક ખાતરનો ઉપયોગ ધટે છે. જેનાંથી જમીન પણ વધુ ફળદ્રુપ બને છે,અને રાષાયણીક ખાતર પાછળ થતો ખર્ચ બચે છે અને તે રીતે ખેડુતો વાસ્તવીક રીતે આત્મનિર્ભર બને છે અને તેમની આવકમાં પણ વધારો થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખેડુતોની આવક બમણી કરવાનું સ્વપ્ન પણ પુરૂ થાય છે. આગામી બે થી ત્રણ વર્ષમાં દેશમાં ત્રણ લાખથી વધુ ખેડુતોને બાયોગેસ પ્લાન્ટ સાથે જોડવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે