લતીફ સાથે પણ સંપર્કમાં આવેલો નજીર વોરા 1994થી કરતો હતો આ કામ, હવે થયો જેલ ભેગો

કુખ્યાત દંપતિ નઝીર વોરા (Nazir Vora)  અને તેની પત્નીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નઝીર વોરાને બિલ્ડર, લેન્ડ માફિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

લતીફ સાથે પણ સંપર્કમાં આવેલો નજીર વોરા 1994થી કરતો હતો આ કામ, હવે થયો જેલ ભેગો

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ના જુહાપુરા (Juhapura) વિસ્તારમાં અનેક સરકારી અને ખાનગી જમીનો  પર બિલ્ડીંગ બાંધી ભાડું ખાતો નઝીર વોરા (Nazir Vora) આખરે પકડાઇ ગયો છે. વેજલપુર પોલીસે (Vejalpur Police) કોર્ટ (Court) સમક્ષ આત્મસમર્પણ કરતા વેજલપુર પોલીસે (Vejalpur Police) તેની પત્ની સાથે ધરપકડ કરી. નજીર વોરા સાસુના ઘરે છુપાયેલો હતો. પકડાયેલ નઝીર વોરા લતીફ ના સમય થી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે અને 1994 ની સાલથી 26થી વધુ ગુના આચરી ચુક્યો છે.

કુખ્યાત દંપતિ નઝીર વોરા (Nazir Vora)  અને તેની પત્નીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમા અનેક મિલકતો નઝીર વોરાએ કાયદેસર કરતા ગેરકાયદેસર વધુ બનાવી છે. નઝીર વોરાને બિલ્ડર, લેન્ડ માફિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

તાજેતરમાં નઝીર વોરા (Nazir Vora) એ જુહાપુરામાં અનેક ગેરકાયદે બાંધકામો કરી તેનું ભાડું ખાતો હતો. એટલું જ નહીં સરકારી જમીનો પર દબાણ કરી મિલકતો ઉભી કરી લોકોને ભાડે આપી લાખોની કમાણી પણ કરી છે. પરંતુ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાતા નઝીર વોરા પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. 

જે અંગે પોલીસે કોર્ટેમાં રજુઆત કરતા કોર્ટે 70મુજબનું વોરન્ટ કાઢતા નજીર વોરા થતા પોલીસે ધરપકડ કરી હતી. નજીર વોરાની કરમ કુંડળી ખૂબ જ લાંબી છે. તે લતીફના સંપર્કમાં આવ્યો હતો અને વર્ષ 1994થી શરૂ થયેલો આ સિલસિલો યથાવત છે. 

આમ સંખ્યાબંધ ગુનાઓ નજીર વોરા પર નોંધાયેલા છે અને અમુક કેસોમાં સજા પણ ભોગવી ચુક્યો છે. પરંતુ ગેરકાયદેસરનો વ્યવસાય નજીરે છોડ્યો નહિ અને વેજલપુર (Vejalpur) માં જ નઝીર વોરા (Nazir Vora)  સામે અલગ અલગ પ્રકારના 26થી વધુ ગુનાઓ નોધાયા છે.

ઘણા કિસ્સાઓમાં ભોગ બનનાર લોકોએ નઝીર વોરા (Nazir Vora) વિરુદ્ધ ફરિયાદ પણ કરી નથી. અને  ફરિયાદ કરવાનું વિચારે તો નઝીર ધમકી આપતો અને પોલીસ સાથે સેટિંગ કરતો અથવા પૈસા આપીને મામલો પતાવી દેતો હતો.

જોકે અનેક વર્ષથી નઝીર (Nazir Vora) નું અસ્તિત્વ જાણે ખતમ થવા આવ્યું અને હવે જેલની હવા ખાવા માટે તેને તૈયાર રહેવું પડશે. લેન્ડ ગ્રેબિંગના કેસમાં પોલીસે નઝીર ને તેની પત્ની સાથે પકડી પાડ્યો છે. જોકે આટલા સમય સુધી ક્યાં ભાગતો ફરતો હતો તે અંગે પોલીસે પૂછપરછ કરતા ખેડામાં પત્નીના પિયરમાં રોકાયો હોવાનું કહી રહ્યો છે. 

જોકે પોલીસે અગાઉ પણ તપાસ કરી ત્યારે તે ત્યાં ન હતો જેથી તે ક્યાં રોકાયો આજે કેસ સબંધિત તપાસ માટે દંપતીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગી કાર્યવાહી હાથ ધરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news