ડોકટરની ઉદ્ધત્તાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, તબીબે મહિલાને MLC કરવાનું કહેતા પરિવારજનોમાં રોષ

નવસારીના પૂર્ણા નદી કિનારે વસેલા એક ગામની 50 વર્ષીય આધેડ મહિલા ગત રોજ સાંજના સમયે ઘરેથી નીકળી ગઈ હતી અને હાઇવે નજીક ધરાગીરી ગામે પહોંચીને પૂર્ણા નદીના પુલ પરથી નદીમાં કૂદી પડી હતી. જેને નદી કિનારે માછલી પકડતા યુવાનોએ જોતા જ નદીમાં છલાંગ મારી, આધેડ મહિલાને બચાવી લીધા હતા

ડોકટરની ઉદ્ધત્તાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, તબીબે મહિલાને MLC કરવાનું કહેતા પરિવારજનોમાં રોષ

નવસારી: પૂર્ણા નદીમાં નજીકના ગામની આધેડ મહિલાએ આત્મહત્યા કરવા ઝંપલાવ્યું હતુ. જેને સ્થાનિક માછીમારો અને સમાજિક કાર્યકરોએ બચાવી 108 એમ્બ્યુલન્સ દ્વારા નવસારી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડયા, પણ હોસ્પિટલના ડોકટરોને તાત્કાલિક સારવાર ન આપી અસભ્ય વર્તન કર્યુ હતુ. જેનો વિડીયો બનાવી સામજિક કાર્યકરે સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા હોસ્પિટલ સામે ફિટકાર વરસાવવામાં આવી રહી છે

નવસારીના પૂર્ણા નદી કિનારે વસેલા એક ગામની 50 વર્ષીય આધેડ મહિલા ગત રોજ સાંજના સમયે ઘરેથી નીકળી ગઈ હતી અને હાઇવે નજીક ધરાગીરી ગામે પહોંચીને પૂર્ણા નદીના પુલ પરથી નદીમાં કૂદી પડી હતી. જેને નદી કિનારે માછલી પકડતા યુવાનોએ જોતા જ નદીમાં છલાંગ મારી, આધેડ મહિલાને બચાવી લીધા હતા. ઘટનાની જાણ કબીલપોરના સામજિક કાર્યકર ધર્મેશ પટેલ સહિતના લોકોને જાણ થતા તેઓ નદી કિનારે પહોંચ્યા હતા. 

જ્યાંથી તેમણે મહિલાની ઓળખ કરી તેના પરિવારજનોને જાણ કરી હતી. સાથે જ 108 એમ્બ્યુલન્સને બોલાવી મહિલાને બેસુધ અવસ્થામાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ઇમરજન્સી વિભાગમાં તાત્કાલિક સારવાર આપવાને બદલે સ્ટાફે ફોર્મ ભરવા સાથે પોલીસને જાણ કરવા જણાવ્યું હતું. ફોર્મ ભર્યા બાદ પણ સારવાર શરૂ ન થતા મહિલાના પુત્ર અને સમાજિક કાર્યકરે ડોકટરને બોલાવ્યા હતા અને સારવાર ક્યારે શરૂ કરશો પૂછતા જ ડોકટર તેમના પા અકળાઈ ગયા હતા. 

બાદમાં બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને સિવિલમાં ડોક્ટરે મહિલાને સારવાર ન આપતા મજબૂરીમાં પરિવારજનોએ મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવા પડી હતી. જોકે સારવાર ન મળતા મહિલાના પુત્રએ મોઢાથી શ્વાસ આપી માતાને બચાવવાનો પ્રયાસ પણ કરવો પડયો હતો. 

ઘટના મુદ્દે નવસારી સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ ડોક્ટરનો લુલો બચાવ કરી, એક સાથે ત્રણ ઇમરજન્સી હોવાથી ડોકટર અકળાઈ ગયા હોવાની કેફીયત રજૂ કરી હતી. સાથે જ ડોકટર પર એક્શન લેવાને બદલે ઇમરજન્સી વિભાગમાં 2 ડોકટરોને રાખાવનો નિર્ણય કર્યો હતો. તેમજ રાત્રિ સમયે જરૂર પડ્યે અન્ય વોર્ડમાં કાર્યરત ડોકટરને પણ બોલાવી લેવાની સૂચના આપી હોવાનો રાગ આલાપ્યો હતો.

નવસારી સિવિલ હોસ્પિટલ ઘણીવાર વિવાદમાં આવી છે. સરકારે ઇમરજન્સી પ્રથમ સારવાર આપવાની જાહેરાત કરી છે. તેમ છતાં નવસારીની સરકારી સિવિલ હોસ્પિટલમાં જ દર્દીના પરિજનો પાસે પ્રથમ ફોર્મ ભરાવ્યા બાદ સારવાર આપવાની વાત કરતા મામલો ગરમાયો હતો. જે સરકારી તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉભા કરે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news