કચ્છનો મંગળ ગ્રહ સાથે છે સીધો સંબંધ, NASA ની ટીમ સફેદ રણમાં કરશે રિસર્ચ

માતાના મઢમાં મંગળ ગ્રહ જેવી જમીન બાદ હવે સફેદ રણ (white run) માં મંગળનું કનેક્શન શોધવા નાસા કચ્છ પહોંચ્યુ છે. નાસા (NASA) ના વિજ્ઞાનીઓને મંગળ ગ્રહ પર મળેલા સોલ્ટ ક્રિસ્ટલ બાદ હવે કચ્છના સફેદ રણમાં જોવા મળતા ક્રિસ્ટલ સાથે સરખામણી કરશે. ફેબ્રુઆરીમાં એમિટી યુનિવર્સીટી, કચ્છ યુનિવર્સીટી અને નાસાનો સંયુક્ત પ્રોજેક્ટ અમલી થશે. જેમાં સોલ્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ બાદ જગવિખ્યાત સફેદરણ અને મંગળની જમીનના ‘સંબંધ’ ખુલશે. કચ્છના સફેદ રણમાં ચંદ્ર જેવા આભાસ બાદ હવે મંગળની અનુભૂતિ થશે. મંગળગ્રહ અને કચ્છના સફેદરણના સોલ્ટ ક્રિસ્ટલના ડીએનડી ટેસ્ટ થશે. 

કચ્છનો મંગળ ગ્રહ સાથે છે સીધો સંબંધ, NASA ની ટીમ સફેદ રણમાં કરશે રિસર્ચ

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :માતાના મઢમાં મંગળ ગ્રહ જેવી જમીન બાદ હવે સફેદ રણ (white run) માં મંગળનું કનેક્શન શોધવા નાસા કચ્છ પહોંચ્યુ છે. નાસા (NASA) ના વિજ્ઞાનીઓને મંગળ ગ્રહ પર મળેલા સોલ્ટ ક્રિસ્ટલ બાદ હવે કચ્છના સફેદ રણમાં જોવા મળતા ક્રિસ્ટલ સાથે સરખામણી કરશે. ફેબ્રુઆરીમાં એમિટી યુનિવર્સીટી, કચ્છ યુનિવર્સીટી અને નાસાનો સંયુક્ત પ્રોજેક્ટ અમલી થશે. જેમાં સોલ્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ બાદ જગવિખ્યાત સફેદરણ અને મંગળની જમીનના ‘સંબંધ’ ખુલશે. કચ્છના સફેદ રણમાં ચંદ્ર જેવા આભાસ બાદ હવે મંગળની અનુભૂતિ થશે. મંગળગ્રહ અને કચ્છના સફેદરણના સોલ્ટ ક્રિસ્ટલના ડીએનડી ટેસ્ટ થશે. 

નાસાની ટીમને મંગળ ગ્રહનું કચ્છ સાથેનુ કનેક્શન મળી આવ્યુ છે. નાસાની ટીમ કચ્છના રણમાં આવેલ સફેદ ક્રિસ્ટલનુ મંગળ ગ્રહ સાથે કનેક્શન શોધશે. ફેબ્રુઆરીમાં નાસાની ટીમ કચ્છ આવશે અને મંગળ ગ્રહ પર મળતા હાઈપર સેલાઈન વોટરમાં થતા બેક્ટેરિયાની તપાસ કરશે. આ એક ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા છે. .મંગળ ગ્રહ અને કચ્છના રણના સોલ્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ કરાશે.જો સમાન ગુણો મળશે તો ભવિષ્યમાં મંગળ પરના અનેક રહસ્યો કચ્છના સફેદ રણમાં મીઠા થકી ઉકેલી શકશે.

અગાઉ માતાના મઢમાં મળ્યુ હતું મંગળ કનેક્શન
અગાઉ માતાના મઢમાં જેરોસાઇટ મળ્યા બાદ મંગળ ગ્રહ જેવી સપાટી મળી હતી. કચ્છમાં અનેક એવી રહસ્ય જગાવતી બાબતો છે જે વૈજ્ઞાનિકોને કુતૂહલ સર્જે છે. નાસાની ટીમનુ મંગળ ગ્રહ સાથેનુ કનેક્શન રિસર્ચની દુનિયામાં મોટુ પરિવર્તન લાવી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news