ભરૂચ પાસે નર્મદા નદી વોર્નિંગ લેવલ ક્રોસ કરવાની તૈયારીમાં, 3 ગામ ખાલી કરાવાયા

આજે નર્મદા ડેમના 26 દરવાજા ખોલાતા ઉનાળામાં કોરીકટ બનેલી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ડેમના દરવાજા ખોલાતા હાલ નદીની સપાટી સતત વધી રહે છે. તો બીજી તરફ, નદીની સપાટી ભયજનક લેવલ પર આગળ વધી રહી હોય તેવુ પણ કહી શકાય. ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટીએ વોર્નિગ લેવલ વટાવ્યું છે. નર્મદા નદીની સપાટી 22 ફૂટે પહોંચી છે. 

ભરૂચ પાસે નર્મદા નદી વોર્નિંગ લેવલ ક્રોસ કરવાની તૈયારીમાં, 3 ગામ ખાલી કરાવાયા

ભરત ચૂડાસમા/ભરૂચ :આજે નર્મદા ડેમના 26 દરવાજા ખોલાતા ઉનાળામાં કોરીકટ બનેલી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ડેમના દરવાજા ખોલાતા હાલ નદીની સપાટી સતત વધી રહે છે. તો બીજી તરફ, નદીની સપાટી ભયજનક લેવલ પર આગળ વધી રહી હોય તેવુ પણ કહી શકાય. ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટીએ વોર્નિગ લેવલ વટાવ્યું છે. નર્મદા નદીની સપાટી 25 ફૂટે પહોંચી છે. 

ગુજરાતમાં મહત્વના બ્રેકિંગ : ભારે વરસાદને પગલે NDRFની 18 ટીમો તૈનાત, 16 ગામોમાં વીજળી ડુલ

નર્મદા ડેમના દરવાજા ખોલાતા ઉપરવાસમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે. ત્યારે એકાએક પાણી વધી જતા ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા વોર્નિંગ લેવલ ક્રોસ કરી રહી છે. હાલ ભરૂચ પાસે નર્મદા નદી 25 ફૂટે વહી રહી છે. જ્યારે કે ગોલ્ડન બ્રિજ પાસેની 24 ફુટ ભયજનક સપાટી છે. સતત વધી રહેલા પાણીના પ્રવાહને કારણે તંત્ર દોડતુ થયું છે. ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ત્રણ ગામોને ખાલી કરાવાયા છે. ગોલ્ડન બ્રિજ નજીક બોરભાઠા બેટમાં એસડીએમ અને એન.ડી.આર.એફ ટીમોએ ધામા નાંખ્યા છે અને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાંજ સુધીમાં આ સપાટી વધે તેવી શક્યતા છે. 

સહેલાણીઓ જોવા પહોંચ્યા
ઉનાળાને કારણે નર્મદા નદીનો પટ સૂકો થયો હતો. તો બીજી તરફ, ભરૂચ પાસેના પટ પર દરિયાનું પાણી અંદર પ્રવેશ કરતું હતું. હવે એ જ નદી બે કાંઠે વહેતી થઈ છે. જેને નદીના આ સ્વરૂપને માણવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ભરૂચ જિલ્લાભરમાંથી પહોંચી રહ્યાં છે. 

https://lh3.googleusercontent.com/--bjHmu2Kxis/XU0rbcbOVsI/AAAAAAAAIiQ/cQ67S4IiMdI3URHiMj5sCYsUqiDjttodwCLcBGAs/s0/Golden_Bridege_Narmada.JPG

3 જિલ્લાને એલર્ટ કરાયા
નર્મદા ડેમના દરવાજા ખોલવાના પગલે રાજ્યનાં ત્રણ જિલ્લા વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. નદીકાંઠા વિસ્તારમાં અવર જવર નહિ કરવા સૂચના આપી દેવાઈ છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમને 131 મીટર ભરવાની પરવાનગી આપી છે. નર્મદા યોજના આલેખન ( ડેમ અને આલેખન) વર્તુળ, વડોદરાએ આ પત્ર બહાર પાડ્યો છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવાના પગલે વડોદરા જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે. ડભોઈ, કરજણ, અને શિનોર તાલુકાના 24 ગામોને એલર્ટ કરાયા છે. જેને પગલે વડોદરા જિલ્લા વહીવટી તંત્રએ આદેશ આપ્યા છે. નર્મદામાંથી પાણી છોડવાના પગલે નદી પટના ગામો ચિતિંત બન્યા છે. તલાટી કમ મંત્રીઓ અને અધિકારીઓને પણ સતર્ક રહેવા સુચના આપી દેવાઈ છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news