આખું વર્ષ હવે જલસા! ગુજરાતની જીવાદોરી સમાન ડેમની સપાટીમાં સતત વધારો, નજારો જોઈ પ્રવાસીઓ ખુશખુશાલ
Gujarat Monsoon 2023: સરદાર સરોવર નર્મદા ડેમનાં ઉપરવાસમાં પાણી ની સારી આવકમાં વધારો થતાં નર્મદા ડેમે 122.84 મીટર ની સપાટી વટાવી .જેનાં પગલે નર્મદા ડેમ ની જળ સપાટીમા 24 કલાક મા 38 સે.મી નો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે
Trending Photos
Gujarat Monsoon 2023: ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો છે. 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે 7,8 અને 9 જુલાઈએ મેઘરાજા ગુજરાતને ઘમરોળશે. 8 જુલાઈએ જૂનાગઢ અને સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 10 જુલાઈએ ઉત્તર ગુજરાત માટે ભારે રહેશે. રાજ્યમાં 8 કલાકમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટી 122.84 મીટરે પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમનાં ઉપરવાસમાં પાણી ની સારી આવકમાં વધારો થતાં નર્મદા ડેમે 122.84 મીટર ની સપાટી વટાવી .જેનાં પગલે નર્મદા ડેમ ની જળ સપાટીમા 24 કલાક મા 38 સે.મી નો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાના પગલે ઇન્દિરા સાગર અને તવા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. ત્યારે નર્મદા ડેમ માં ઉપરવાસ માંથી 23303 ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે જેના કારણે ડેમ સપાટી માં વધારો થઈ રહ્યો છે. આજે સરદાર સરોવર નર્મદા ડેમની જે જળ સપાટી 122.84 મીટરે પહોંચી છે.
સરદાર સરોવર નર્મદા ડેમના વીજ ઉત્પાદન નાં CHPHનું 1 પાવર હાઉસ યુનિટ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આજે પણ સરદાર સરોવર નર્મદા ડેમમાં 1732 મિલિયન ક્યુબીક મીટર પાણીનો લાઈવ જથ્થો છે. જોકે આજે ડેમ 122.84 મીટરે પહોંચ્યો છે, ત્યારે નર્મદા ડેમ પર દરવાજા ન લાગ્યા હોત તો આજે નર્મદા ડેમ ઓવરફ્લો થતો પ્રવાસીઓને જોવા મળત કારણ કે ડેમના દરવાજા 121.92 મીટર એ લાગ્યા છે અને હાલ ડેમના દરવાજા સાથે 2 મીટર પાણી ભરાયેલ છે, ત્યારે હાલ આવનારા પ્રવાસીઓ પણ આ નઝારો જોઈ ખુશ થઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રના ડેમમાં પાણીની સારી આવક
ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના ડેમમાં પાણીની સારી આવક થઈ છે. સૌરાષ્ટ્રના 31 ડેમમાં જળ સપાટી 3 ફૂટ જેટલી વધી છે. પ્રથમ વરસાદમાં જ મોટા ભાગના ડેમમાં પાણની સારી આવક થતાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાથી રાહત મળશે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં અડધો ફૂટ જેટલી પાણીની આવક થઈ છે. જેથી ભાદર ડેમની સપાટી 20 ફૂટને પાર પહોંચી છે. તો ન્યારી-1 અને ન્યારી-2 ડેમમાં પણ પાણીની આવક વધી છે. તો આજી-1 અને લાલપરીની સપાટી હાલ યથાવત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે